Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
ज्ञात्वैतदर्थं तदनुगमनोद्यतो निहतमोहः। प्रशमितरागद्वेषो भवति हतपरापरो जीवः ।। १०४ ।।
दुःखविमोक्षकरणक्रमाख्यानमेतत्।
एतस्य शास्त्रस्यार्थभूतं शुद्धचैतन्यस्वभाव मात्मानं कश्चिज्जीवस्तावज्जानीते। ततस्तमे-वानुगंतुमुद्यमते। ततोऽस्य क्षीयते दृष्टिमोहः। ततः स्वरूपपरिचयादुन्मज्जति ज्ञानज्योतिः। ततो रागद्वेषौ प्रशाम्यतः। ततः उत्तर: पूर्वश्च बंधो विनश्यति। ततः पुनबंधहेतुत्वाभावात् स्वरूपस्थो नित्यं प्रतपतीति।। १०४।।
इति समयव्याख्यायामंतींतषड्द्रव्यपञ्चास्तिकायवर्णनः प्रथमः श्रुतस्कंधः समाप्तः।।
અવયાર્થઃ- [ નીવડ] જીવ [તદ્ અર્થ જ્ઞાત્વા] આ અર્થને જાણીને (આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), [ તદ્દનુમામનોદ્યત:] તેને અનુસરવાનો ઉધમ કરતો થકો [ નિદતમોદ:] હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), [ પ્રશમિતરાષ:] રાગદ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, [હતારાપર: મવતિ] ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે.
ટીકાઃ- આ, દુઃખથી વિમુક્ત થવાના કમનું કથન છે.
પ્રથમ, કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધચૈતન્યસ્વભાવવાળા (નિજ) આત્માને જાણે છે; તેથી (પછી) તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે; તેથી તેને દષ્ટિમોહનો ક્ષય થાય છે; તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે; તેથી રાગદ્વેષ પ્રશમી જાય છે-નિવૃત્ત થાય છે; તેથી ઉત્તર અને પૂર્વ (-પછીનો અને પહેલાંનો) બંધ વિનાશ પામે છે; તેથી ફરીને બંધ થવાના હેતુપણાનો અભાવ હોવાથી સ્વરૂપસ્થપણે સદા પ્રતાપે છે–પ્રતાપવંત વર્તે છે (અર્થાત્ તે જીવ સદાય સ્વરૂપસ્થિત રહી પરમાનંદજ્ઞાનાદિરૂપે પરિણમે છે). ૧૦૪.
આ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહુ શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં પદ્રવ્યપંચાસ્તિકાયવર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com