Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૩
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य। भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च।। ८८ ।।
धर्माधर्मयोर्गतिस्थितिहेतुत्वेऽप्यंतौदासीन्याख्यापनमेतत्।
यथा हि गतिपरिणतः प्रभञ्जनो वैजयंतीनां गतिपरिणामस्य हेतुकर्ताऽवलोक्यते न तथा धर्मः। स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपरिणाममेवापद्यते। कुतोऽस्य सहकारित्वेन परेषां गतिपरिणामस्य हेतुकर्तृत्वम्। किंतु सलिल
અન્વયાર્થઃ- [ ધર્માસ્તિવ: ધર્માસ્તિકાય [ ન ઋતિ] ગમન કરતો નથી [૨] અને [ ૧દ્રવ્યસ્ય] અન્ય દ્રવ્યને [ મ ન કરોતિ] ગમન કરાવતો નથી; [ 1 ] તે,
પૂતાનાં ઘ| જીવો તથા પુદગલોને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી) [ મતે: પ્રસર:] ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત) [ ભવતિ ] છે.
T નીવ
ટીકાઃ- ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના હેતુઓ હોવા છતાં તેઓ અત્યંત ઉદાસીન છે એમ અહીં કથન છે.
જેવી રીતે ગતિપરિણત પવન ધજાઓના ગતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે ધર્મ (જીવ-પુદ્ગલોના ગતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (ધર્મ) ખરેખર નિષ્ક્રિય હોવાથી કયારેય ગતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહકારી તરીકે પરના ગતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય ?
* સહકારી સાથે કાર્ય કરનાર અર્થાત્ સાથે ગતિ કરનાર. (ધજાની સાથે પવન પણ ગતિ કરતો હોવાથી અહીં પવનને (ધજાના) સહકારી તરીકે હતુકર્તા કહ્યો છે; અને જીવ-પુદ્ગલોની સાથે ધર્માસ્તિકાય ગમન નહિ કરતાં (અર્થાત સહકારી નહિ બનતાં), માત્ર તેમને (ગતિમાં) આશ્રયરૂપ કારણ બનતો હોવાથી ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહ્યો છે. પવનને હેતુકર્તા કહ્યો તેનો એવો અર્થ કદી ન સમજવો કે પવન ધજાઓના ગતિપરિણામને કરાવતો હશે. ઉદાસીન નિમિત્ત હો કે હેતુકર્તા હો- બંને પરમાં અકિંચિત્કર છે. તેમનામાં માત્ર ઉપર કહ્યો તેટલો જ તફાવત છે. હવે પછીની ગાથાની ટીકામાં આચાર્યદેવ પોતે જ કહેશે કે “ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે. માટે ધજા, સવાર ઇત્યાદિ બધાંય, પોતાના પરિણામોથી જ ગતિસ્થિતિ કરે છે, તેમાં ધર્મ તેમ જ પવન, તથા અધર્મ તેમ જ અશ્વ અવિશેષપણે અકિંચિકર છે એમ નિર્ણય કરવો.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com