Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૭
सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च। विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे।।३७।।
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च।
विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे।। ३७।। अत्र जीवाभावो मुक्तिरिति निरस्तम्।
द्रव्यं द्रव्यतया शाश्वतमिति, नित्ये द्रव्ये पर्यायाणां प्रतिसमयमुच्छेद इति, द्रव्यस्य सर्वदा अभूतपर्यायैः भाव्यमिति, द्रव्यस्य सर्वदा भूतपर्यायैरभाव्यमिति, द्रव्यमन्यद्रव्यैः सदा शून्यमिति, द्रव्यं स्वद्रव्येण सदाऽशून्यमिति, क्वचिज्जीवद्रव्येऽनंतं ज्ञानं क्वचित्सांतं ज्ञानमिति , क्वचिज्जीवद्रव्येऽनंतं क्वचित्सांतमज्ञानमिति-एतदन्यथा
સદ્દભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય-એ કંઈ નવ ઘટે. ૩૭. અન્વયાર્થ- [સાવે શાંતિ] જો (મોક્ષમાં જીવનો) સદ્ભાવ ન હોય તો [ શાશ્વત{] શાશ્વત, [1થ ] નાશવંત, [ મધ્યમ] ભવ્ય (–થવાયોગ્ય), [ગમવ્યમ્ ૨] અભવ્ય (-નહિ થવાયોગ્ય), [શ્ચમ ] શૂન્ય, [ફતર ] અશૂન્ય, [વિજ્ઞાન] વિજ્ઞાન અને [વિજ્ઞાનમ] અવિજ્ઞાન [ન પિ યુષ્યતે] (જીવદ્રવ્યને વિષે) ન જ ઘટે. (માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.)
ટીકા- અહીં, “જીવનો અભાવ તે મુક્તિ છે” એ વાતનું ખંડન કર્યું છે.
(૧) દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, (૨) નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે, (૩) દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય (થવાયોગ્ય, પરિણમવાયોગ્ય) છે, (૪) દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયોરૂપે અભાવ્ય (-નહિ થવાયોગ્ય) છે, (૫) દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે, (૬) દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે, (૭) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે, (૮) કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં સાત અજ્ઞાન છે-આ બધું,
૧. જે સમ્યકત્વથી શ્રુત થવાનો ન હોય એવા સમ્યકત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે વ્યુત થવાનો
હોય એવા સમ્યકત્વી જીવને સાંત જ્ઞાન છે. ૨. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય
જીવને સાત અજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com