Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૯
चेतकस्वभावेन प्रकृष्टतरवीर्यांतरायावसादितकार्यकारणसामर्थ्याः सुखदुःखरूपं कर्मफलमेव प्राधान्येन चेतयंते। अन्ये तु प्रकृष्टतरमोहमलीमसेनापि प्रकृष्टज्ञानावरणमुद्रितानुभावेन चेतकस्वभावेन
मनाग्वीर्यांतरायक्षयोपशमासादितकार्यकारणसामर्थ्या: सुखदुःखरूपकर्मफलानुभवन-संवलितमपि कार्यमेव प्राधान्येन चेतयंते। अन्यतरे तु प्रक्षालितसकलमोहकलङ्केन समुच्छिन्न-कृत्मज्ञानावरणतयात्यंतमुन्मुद्रितसमस्तानुभावेन चेतकस्वभावेन समस्तवीर्यांतरायक्षयासादितानंतवीर्या अपि निर्जीर्णकर्मफलत्वादत्यंत
સ્વભાવ વડે સુખદુ:ખરૂપ “કર્મફળ'ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યંતરાયથી કાર્ય કરવાનું (-કર્મચેતનારૂપે પરિણમવાનું) સામર્થ્ય નષ્ટ થયું છે.
બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતકસ્વભાવ વડે- ભલે સુખદુ:ખરૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણ-કાર્ય ’ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમણે થોડા વિર્યંતરાયના ક્ષયોપશમથી કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે.
વળી બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જેમાંથી સકળ મોકલંક ધોવાઈ ગયું છે અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે એવા ચેતકસ્વભાવ વડે “જ્ઞાન ને જ-કે જે જ્ઞાન પોતાથી *અતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ-ચેતે છે, કારણ કે તેમણે સમસ્ત વીઆંતરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં તેમને (વિકારી સુખદુ:ખરૂપ ).
૧. કર્મચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ “પ્રકૃષ્ટ' હોય છે અને કર્મફળચેતનાવાળાને “અતિ પ્રકૃષ્ટ' હોય
૨. કાર્ય = (જીવ વડ) કરવામાં આવતું હોય તે; ઇચ્છાપૂર્વક ઇટાનિષ્ટ વિકલ્પરૂપ કર્મ. [ જે જીવોને
વીર્યનો કાંઈક વિકાસ થયો છે તેમને કર્મચેતનારૂપે પરિણમવાનું સામર્થ્ય પ્રગટયું છે તેથી તેઓ મુખ્યપણે કર્મચેતનારૂપે પરિણમે છે. આ કર્મચેતના કર્મફળચેતનાથી મિશ્રિત હોય છે.] ૩. અતિરિક્ત = અભિન્ન. (સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે તેથી જ્ઞાનચેતના સ્વાભાવિક
સુખના સંચેતન-અનુભવન-સહિત જ હોય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com