Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ | [ ભગવાનશ્રીકુંદકુંદक्षायोपशमिकौपशमिकभावैः सादिसनिधनाः। त एव क्षायिकभावेन साद्यनिधनाः। न च सादित्वात्सनिधनत्वं क्षायिकभावस्याशयम्। स खलूपाधिनिवृत्तौ प्रवर्तमानः सिद्धभाव इव सद्भाव एव जीवस्य; सद्भावेन चानंता एव जीवाः प्रतिज्ञायंते। न च तेषामनादिनिधनसहजचैतन्यलक्षणैकभावानां सादिसनिधनानि साद्यनिधनानि भावांतराणि नोपपद्यंत इति वक्तव्यम्; ते खल्वनादिकर्ममलीमसाः
पंकसंपृक्ततोयवत्तदाकारेण परिणतत्वात्पञ्चप्रधानगुणप्रधानत्वेनैवानुभूयंत इति।। ५३।।
एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।। ५४।।
તેઓ જ ઔદયિક, લાયોપથમિક અને ઔપથમિક ભાવોથી સાદિ-સાંત છે. તેઓ જ ક્ષાયિક ભાવથી સાદિ-અનંત છે.
ક્ષાયિક ભાવ સાદિ હોવાથી તે સાંત હશે” એવી આશંકા કરવી યોગ્ય નથી. (કારણ આ પ્રમાણે છે:-) તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતાં પ્રવર્તતો થકો, સિદ્ધભાવની માફક, જીવનો સદ્દભાવ જ છે ( અર્થાત્ કર્મોપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદ્દભાવ જ છે); અને સભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં આવે છે. (માટે ક્ષાયિક ભાવથી જીવો અનંત જ અર્થાત્ વિનાશરહિત જ છે.)
વળી “અનાદિ-અનંત સહજચૈતન્યલક્ષણ એક ભાવવાળા તેમને સાદિ–સાંત અને સાદિઅનંત ભાવાંતરો ઘટતા નથી (અર્થાત્ જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય ભાવો ઘટતા નથી)” એમ કહેવું યોગ્ય નથી; (કારણ કે, તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી *સમૃત જળની માફક તદાકારે પરિણત હોવાને લીધે, પાંચ પ્રધાન * ગુણોથી પ્રધાનતાવાળા જ અનુભવાય છે. પ૩.
એ રીત સ-વ્યય ને અસ-ઉત્પાદ જીવને હોય છે -ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૫૪.
* કાદવથી સંગૃક્ત = કાદવનો સંપર્ક પામેલ કાદવના સંસર્ગવાળું. ( જોકે જીવો દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે
તોપણ વ્યવહારથી અનાદિ કર્મબંધનને વશ, કાદવવાળા જળની માફક, ઔદયિકાદિ ભાવે પરિણત
છે. )
* જીવના ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક એ પાંચ ભાવોને જીવના
પાંચ પ્રધાન ગુણો કહેવામાં આવ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com