Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૫
ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि।। ४९ ।।
न हि सः समवायादार्थंतरितस्तु ज्ञानतो ज्ञानी। अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति।। ४९।।
ज्ञानज्ञानिनोः समवायसंबंधनिरासोऽयम्।
न खलुज्ञानादर्थान्तरभूतः पुरुषो ज्ञानसमवायात् ज्ञानी भवतीत्युपपन्नम्। स खलु ज्ञानसमवायात्पूर्वं किं ज्ञानी किमज्ञानी ? यदि ज्ञानी तदा ज्ञानसमवायो निष्फलः । अथाज्ञानी तदा किमज्ञानसमवायात्, किमज्ञानेन सहैकत्वात् ? न तावदज्ञानसमवायात्; अज्ञानिनो ह्यज्ञानसमवायो निष्फलः, ज्ञानित्वं तु ज्ञानसमवायाभावान्नास्त्येव। ततोऽज्ञानीति वचनमज्ञानेन सहैकत्वमवश्यं साधयत्येव। सिद्धे
રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની” એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
અન્વયાર્થઃ- [ જ્ઞાનત: અર્થાતરિત: તુ] જ્ઞાનથી અર્થાતરભૂત [ સા ] એવો તે (–આત્મા) [ સમવાયીત્] સમવાયથી [ જ્ઞાની] જ્ઞાની થાય છે [૨ દિ] એમ ખરેખર નથી. [ અજ્ઞાની] “અજ્ઞાની” [તિ રે વનમ્] એવું વચન [ણવત્વપ્રસારું ભવતિ ] (ગુણગુણીના) એકત્વને સિદ્ધ કરે છે.
ટીકા:- આ, જ્ઞાન અને જ્ઞાનીને સમવાયસંબંધ હોવાનું નિરાકરણ (ખંડન) છે.
જ્ઞાનથી અર્થાતરભૂત આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થાય છે એમ માનવું ખરેખર યોગ્ય નથી. (આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થતો માનવામાં આવે તો અમે પૂછીએ છીએ કે ) તે (–આત્મા) જ્ઞાનનો સમવાય થયા પહેલાં ખરેખર જ્ઞાની છે કે અજ્ઞાની? જો જ્ઞાની છે ( એમ કહેવામાં આવે, તો જ્ઞાનનો સમવાય નિષ્ફળ છે. હવે જો અજ્ઞાની છે એમ કહેવામાં આવે) તો (પૂછીએ છીએ કે) અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની છે કે અજ્ઞાનની સાથે એકત્વથી અજ્ઞાની છે? પ્રથમ, અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની હોય શકે નહિ; કારણ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમવાય નિષ્ફળ છે અને જ્ઞાનીપણું તો જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી છે જ નહિ. માટે “અજ્ઞાની” એવું વચન અજ્ઞાનની સાથે એકત્વને અવશ્ય સિદ્ધ કરે છે જ. અને એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com