Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૩
भावस्य सतो हि द्रव्यस्य न द्रव्यत्वेन विनाशः, अभावस्यासतोऽन्यद्रव्यस्य न द्रव्यत्वेनोत्पादः। किन्तु भावाः सन्ति द्रव्याणि सदुच्छेदमसदुत्पादं चान्तरेणैव गुणपर्यायेषु विनाशमुत्पादं चारभन्ते। यथा हि घृतोत्पतौ गोरसस्य सतो न विनाश: न चापि गोरसव्यतिरिक्तस्यार्थान्तरस्यासतः उत्पादः किन्तु गोरसस्यैव सदुच्छेदमसदुत्पादं चानुपलभ-मानस्य स्पर्शरसगन्धवर्णादिषु परिणामिषु गुणेषु पूर्वावस्थया विनश्यत्सूत्तरावस्थया प्रादर्भवत्सु नश्यति च नवनीतपर्यायो घतृपर्याय उत्पद्यते, तथा સર્વમાવીના પતિા૨૬ો
भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा।।१६।।
સનો વિનાશ હોવાનું નિષેધ્યું છે (અર્થાત ઉત્પાદ થતાં કાંઈ અસતની ઉત્પત્તિ થતી નથી અને વ્યય થતાં કાંઈ સનો વિનાશ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે ).
ભાવનો-સત્ દ્રવ્યનો-દ્રવ્યપણે વિનાશ નથી, અભાવનો –અસત્ અન્યદ્રવ્યનો -દ્રવ્યપણે ઉત્પાદ નથી, પરંતુ ભાવો-સત્ દ્રવ્યો, સના વિનાશ અને અસના ઉત્પાદ વિના જ, ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પાદ કરે છે. જેવી રીતે ઘીની ત્પત્તિને, વિષે ગોરસનો-સનોવિનાશ નથી તેમ જ ગોરસથી ભિન્ન પદાર્થાતરનો-અસનો-ઉત્પાદ નથી, પરંતુ ગોરસને જ, સનો વિનાશ અને અસનો ઉત્પાદ કર્યા વિના જ, પૂર્વ અવસ્થાથી વિનાશ પામતા અને ઉત્તર અવસ્થાથી ઉત્પન્ન તથા સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિક પરિણામી ગુણોમાં માખણપર્યાય વિનાશ પામે છે અને ઘીપર્યાય ઉત્પન્ન થાય છે, તેવી રીતે સર્વ ભાવોનું પણ તેમ જ છે (અર્થાત્ બધાં દ્રવ્યોને નવીન પર્યાયની ઉત્પત્તિને વિષે સનો વિનાશ નથી તેમ જ અસનો ઉત્પાદ નથી, પરંતુ સતનો વિનાશ અને અસનો ઉત્પાદ કર્યા વિના જ, પહેલાની (જૂની) અવસ્થાથી વિનાશ પામતા અને પછીની (નવીન) અવસ્થાથી ઉત્પન્ન થતા *પરિણામી ગુણોમાં પહેલાંનો પર્યાય વિનાશ પામે છે અને પછીનો પર્યાય ઉત્પન્ન થાય છે). ૧૫.
જીવાદિ સૌ છે “ભાવ,” જીવગુણચેતના ઉપયોગ છે; જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
* પરિણામી=પરિણમનારા; પરિણામવાળા. (પર્યાયાર્થિક નયે ગુણો પરિણામી છે અર્થાત પરિણમે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com