Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૩
दवियदि गच्छदि ताई ताई सब्भावपञ्जयाइं जं। दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो।।९।।
द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत्।
द्रव्य तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः।।९।। अत्र सत्ताद्रव्ययोरर्थान्तरत्वं प्रत्याख्यातम्। द्रवति गच्छति सामान्यरूपेण स्वरूपेण व्याप्नोति तांस्तान क्रमभुवः सहभुवश्व
એક પદાર્થમાં જ સ્થિત છે. (૫) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો (સ્વભાવો) સહિત છે તેથી તે “સવિશ્વરૂપ (સર્વરૂપવાળી) છે. વસ્તુની સત્તાનું (કથંચિત્ ) એક રૂપ હોય તો જ તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ (-ચોક્કસ એક સ્વભાવ) રહી શકે, તેથી પ્રત્યેક વસ્તુની અવાન્તરસત્તા નિશ્ચિત “એક રૂપવાળી જ છે. (૬) મહાસત્તા સર્વ પર્યાયોમાં રહેલી છે તેથી તે “અનંતપર્યાયમય’ છે. ભિન્નભિન્ન પર્યાયોમાં (કથંચિત ) ભિન્નભિન્ન સત્તાઓ હોય તો જ એક એક પર્યાય ભિન્નભિન્ન રહીને અનંત પર્યાયો સિદ્ધ થાય, નહિ તો પર્યાયોનું અનંતપણું જ ન રહે–એકપણું થઈ જાય; માટે પ્રત્યેક પર્યાયની અવાન્તરસત્તા તે તે “એક પર્યાયમય” જ છે
આ રીતે સામાન્યવિશેષાત્મક સત્તા, મહાસત્તારૂપે તેમ જ અવાન્તરસત્તારૂપ હોવાથી, (૧) સત્તા પણ છે અને અસત્તા પણ છે. (૨) ત્રિલક્ષણા પણ છે અને અત્રિલ (૩) એક પણ છે અને અનેક પણ છે, (૪) સર્વપદાર્થસ્થિત પણ છે અને એકપદાર્થસ્થિત પણ છે. (૫) સવિશ્વરૂપ પણ છે અને એકરૂપ પણ છે, (૬) અનંતપર્યાયમય પણ છે અને એકપર્યાયમય પણ છે. ૮.
તે તે વિવિધ સર્ભાવપર્યયને દ્રવ-વ્યાપે-લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
અન્વયાર્થઃ- [તાન તાન સદાવપર્યાયાન ] તે તે સદ્ભાવપર્યાયોને [૩] જે [ દ્રવતિ] દ્રવે છે- [ Tઋતિ] પામે છે, [ તત્] તેને [દ્રવ્ય ભત્તિ ] (સર્વજ્ઞો ) દ્રવ્ય કહે છે – [ સત્તાત: અનન્યભૂતં તુ] કે જે સત્તાથી અનન્યભૂત છે.
ટીકા:- અહીં સત્તાને અને દ્રવ્યને અર્થાતરપણું( ભિન્નપદાર્થપણું, અન્ય પદાર્થપણું) હોવાનું ખંડન કર્યું છે.
તે તે ક્રમભાવી અને સહભાવી સદભાવપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com