Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ ના ચમત્કાર, ના સંમેહન! ચિતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા એટલે ચૈતન્ય કેન્દ્રોનું ધ્યાન. પ્રત્યેક વ્યક્તિ પોતાને વિકાસ ઝંખે છે. આ વિકાસ તેની ચેતનાના ઊર્ધ્વ આરોહરણ દ્વારા જ સંભવિત બને છે. શરીરમાં ક્યાં ક્યાં સ્થાનમાં ચિંતન્યન્દ્રિો આવેલાં છે તે જાણીને, તેમનું સ્વરૂપ તેમજ તેમની પ્રક્રિયા સમજીને ત્યાં આપણી એકાગ્રતાને કેન્દ્રિત કરીએ તે, તેથી જરૂર વિશેષ લાભ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક છે. એમાં ના તે કોઈ ચમત્કાર છે ના કોઈ સંમેહન. વ્યક્તિએ પોતે જ પિતાની ચેતનાને ઢંઢોળીને સક્રિય કરવાની છે. સામ્પ્રત સમયના અણમોલ વરદાનરૂપ પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા આજે વિશ્વભરમાં લોકપ્રિય બની છે. મહામનીષ પૂ. યુવાચાર્યશ્રીનાં આ વિષયનાં ગહન અને વ્યાપક સમજ આપતાં પુસ્તકોનું યોગદાન એ માટે યશભાગી છે. ગુજરાતી વાચકેમાં પણ જીવનવિજ્ઞાન ગ્રંથમાળ શ્રેણીના ઉપક્રમે પ્રગટ થતાં પ્રેક્ષા ધ્યાનનાં પુસ્તક વિશેષ કાદર પામ્યાં છે. પ્રસ્તુત પુસ્તક તે શ્રેણીનું પાંચમું પુષ્પ છે. આપ સૌ વાચકેસ્વજનના માનસિક તનાવ દૂર કરી, ભાવનાત્મક વિકાસ સાધવામાં આ પુસ્તક અત્યંત લાભકર્તા બની રહેશે તેવી શ્રદ્ધા છે. આ પુસ્તકને સુંદર અનુવાદ કરી આપવા બદલ ડે. રમણીક ભાઈ શાહ તથા યોગ્ય પરામર્શ આપવા બદલ શ્રી જેઠાલાલ ઝવેરીને આભાર માનું છું. ગુરુપૂર્ણિમા, ૧૯૮૮ રોહિત શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82