________________
અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર આ મંગળનું પ્રભાવ
તેજસ કેન્દ્ર :
નાભિનું સ્થાન તેજસ્ કેન્દ્રનું ક્ષેત્ર છે. તેને સંબંધ એડ્રીનલ (અધિવૃકે) ગ્રંથિ અને (ગુ)ની સાથે છે. ડે. કાપ અનુસાર–“જ્યાં એક બાજુ એડ્રીનલ ગ્રંથિઓ વ્યક્તિને માટે ઊર્જાનો સ્ત્રોત છે અને તેની પાચનક્રિયાના બધા જ રસ અને સ્ત્રાવનો મૂળભૂત આધાર છે. અહીંથી લાળગ્રંથિઓમાંથી સ્ત્રાવિત લાળ,પાચક રસો-પેસિન, હાઈડ્રોક્લોરિક એસિડ, પિત્તીયરસ, કલેમ ગ્રંથિના સ્ત્રાવ તેમ જ આંતરિક સ્ત્ર વગેરેના ઉત્પાદનને પ્રભાવિત કરવામાં આવે છે, તો બીજી તરફ ઈર્ષા, ધૃણા, ભય, સંઘર્ષ, તૃષ્ણ વગેરે વૃત્તિઓને પણ અહીંથી જ ઉત્તેજના મળે છે.”
ચાગની પ્રાચીન માન્યતા છે કે ક્રોધ, લોભ, ભય, વગેરે બધી જ વૃત્તિઓ આ કેન્દ્રો દ્વારા અભિવ્યક્ત થાય છે. ભાવ-વિશુદ્ધિ દ્વારા તેમની અભિવ્યક્તિને રોકી શકાય છે. - તેજસ કેન્દ્ર અગ્નિનું સ્થાન છે, અહીં ખૂબ ઉષ્મા છે, તેજસ્વિતા છે. જ્યાં ગરમી હોય છે, ત્યાં દરેક વસ્તુમાં ઊભરો આવે છે. આ કેન્દ્ર પર ધ્યાન એકાગ્ર કરવામાં આવે તો વૃત્તિઓમાં ઊભરો આવે છે, વાસનામાં ઊભરો આવે છે. એટલા માટે એ જરૂરી છે કે તેની સાથે-સાથે વિશુદ્ધિ કેન્દ્રને પણ જાગૃત કરવામાં આવે. વિશુદ્ધિ કેન્દ્ર અને 2. Glands : Our Invisible Guardians, P. 32-33.
50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org