________________
શારીરિક નિપત્તિ
શરીરમાં રાસાયણિક પરિવર્તન આવવું જોઈએ. રસાયણ બદલાવાં જોઈએ. રાસાયણિક સંતુલનના મુખ્ય બે સ્ત્રોત છેએક પિશૂટરી, બીજું એડ્રીનલ. આ ગ્રંથિઓ શારીરિક, રાસાયણિક સંતુલન માટે જવાબદાર છે. સાધના દ્વારા આ ગ્રંથિઓના સા (હે )માં જો કોઈ પરિવર્તન ના થાય, રસાયણ ન બદલાય તો માનવું જોઈએ કે સાધના સાચી રીતે ચાલી નથી રહી.
બીજી વાત એ છે કે આપણું શરીરમાં સેંકડો ચૈતન્ય જગાવનાર વિદ્યુત-ચુંબકીય ક્ષેત્રો (electro-magnetic fields) છે. આ બધાં નિર્મળ થવાં જોઈએ. એ નિર્મળ ન બને, મલિન રહી જાય, તો એમાંથી જ્ઞાનનાં કિરણો બહાર નહીં જઈ શકે અને વ્યક્તિનું જ્ઞાન પ્રજ્ઞાની કટિમાં નહીં આવી શકે. પ્રજ્ઞા ત્યારે જાગે છે જ્યારે શરીરમાં ચૈતન્યને જગાડનાર ક્ષેત્ર નિર્મળ બની જાય. માનસિક નિપત્તિ
નિષ્પત્તિની બીજી બાજુ છે, માનસિક સંતુલન. સામાન્ય રીતે થોડુંક ઉત્તેજનાનું વાતાવરણ હોય છે, તે મગજ ગરમ થઈ જાય છે. થોડીક પ્રશંસાનું, પૂજાનું, લાભનું, સમ્માનનું વાતાવરણ હોય છે તો મન પ્રફુલિત થઈ જાય છે. મન સંતુલિત નથી હતું, તે એક રાઈ જેવી ઘટના એક પહાડ જેવી બની જાય છે. સાધના જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ મનનું સંતુલન વધે છે.
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org