Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ કરવા માટે કરવામાં આવે છે. અપ્રમાદ કેન્દ્રની પ્રેક્ષા ત્યાંના વિશિષ્ટ સ્નાયુતંતુઓને મૈતન્યશીલ બનાવીને વ્યક્તિની સ્મૃતિને તીવ્ર કરે છે, અને વ્યસનથી ઉત્પન્ન થનાર મૂછને દૂર કરી વ્યકિતને વ્યસન-મુક્ત બનાવે છે. પ્રાણુકેન્દ્ર નાસાગ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની પરંપરા ઘણું જૂની છે. પ્રાણનું આ મુખ્ય કેન્દ્ર છે. આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રાણ પર અધિકાર પ્રાપ્ત થાય છે. પ્રકાશ-દર્શન, પૂર્વાભાસ, દુરાભાસ, સુગંધનો અનુભવ–તે આ પ્રાણ-કેન્દ્ર પર કરવામાં આવતા ધ્યાનનું પરિણામ છે. એકાગ્રતાની સિદ્ધિ માટે આ મહત્વપૂર્ણ કેન્દ્ર છે, અનિમેષ પ્રેક્ષા કરવા માટે આને અભ્યાસ ખૂબ જ ઉપગી છે, તેનાથી સંકલ્પ શકિતનો વિકાસ થાય છે. ચાણકેન્દ્ર ચિત્તની સાહજિક એકાગ્રતા માટે આ ખૂબ પ્રભાવશાળી કેન્દ્ર છે. આના દ્વારા મસ્તિષ્ક વિદ્યુત સાથે સીધે સંબંધ સ્થાપિત થાય છે. આ જીવનીય શક્તિનું કેન્દ્ર છે, અને આના ઉપર દીર્ઘકાલીન ધ્યાન અભ્યાસથી દીર્ધાયુ પ્રાપ્ત થાય છે. ઉપસંહાર ઉપર આપણે એક-એક કરીને ચૈતન્ય-કેન્દ્રોની ચર્ચા કરી તથા પ્રત્યેક કેન્દ્રની પ્રેક્ષાથી થનાર નિષ્પત્તિની ચર્ચા કરી. હવે આપણે સમગ્ર રૂપથી ચૈતન્ય કેન્દ્ર-પ્રેક્ષાની નિષ્પત્તિ પર વિચાર કરીશું. 64 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82