Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ રેઈડ ગ્લેન્ડનું પ્રભાવક્ષેત્ર છે. સુપ્રસિદ્ધ ચિકિત્સક ડે. એમ. ડબલ્યુ કાપના મતાનુસાર–“ઉચ્ચતર ચેતના અને આત્મિક શક્તિઓના વિકાસ અને પ્રાદુર્ભાવને માટે થાઈ રેઈડની અત્યંત આવશ્યકતા છે. થાઈરોઈડને મુખ્ય સ્ત્રાવ-થાઈ રેસીન, વિશુદ્ધ આયોડીનયુક્ત છે. થાઈ રેઈડના આ વ્યક્તિના જીવનની ગતિને નિયંત્રિત કરે છે. જ્યારે થાઈ રેઈડ ગ્રંથિ સક્રિય થાય છે ત્યારે જીવનની ક્ષમતા અને તીવ્રતા અધિક થઈ જાય છે. જે વ્યક્તિમાં થાઈ રેઈડની સક્રિયતા મંદ થઈ જાય છે, તેને “ક્રટીન” (cretin) કહેવામાં આવે છે. એવી વ્યક્તિ પિતાના જીવનના પ્રત્યેક કાર્યમાં મન્દ, વિચિત્ર અને નિષ્કિયતાનું જ પ્રદર્શન કરતો રહે છે. એવું લાગે છે કે જાણે “ક્રેટીન”માં આત્મા જ નથી. તેની માનસિક અને આધ્યાત્મિક ચેતના જ જાણે કે સમાપ્ત જેવી થઈ જાય છે. શારીરિક દષ્ટિએ પણ થાઈરોઈડ મહત્તવપૂર્ણ ક્રિયાઓ માટે જવાબદાર છે. વિકાસ, ચયાપચય, પાચન વગેરે ઉપર આ ગ્રંથિના સ્ત્રાવોને પ્રભાવ હોવાથી આ ગ્રંથિના સમ્યગ નિયોજનથી આ બધી જ શારીરિક પ્રક્રિયાઓ સુચારુ રીતે ચાલી શકે છે. વિશુદ્ધિ-કેન્દ્રની પ્રેક્ષા દ્વારા જે આ કેન્દ્રને વિકસિત કરવામાં આવે, તો વાસનાઓ પર નિયંત્રણ કરી શકાય છે, એટલું જ નહિ, પરંતુ તેમનું ઉદાત્તીકરણ કે નિર્મલીકરણ પણ કરી શકાય છે. વિશુદ્ધિ-કેન્દ્રની પ્રેક્ષાથી આપણું વૃત્તિઓ સાહજિક રીતે જ શાંત થઈ જાય છે, તથા 48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82