________________
પછી એવું નહીં કહી શકે કે ચેતનાના જાગરણને કોઈ માર્ગ નથી. ત્રણ કલાકના ગાળામાં કોઈ બીજો વિકલ્પ ઉદ્દભવ ન જોઈએ. કામ ઘણું કઠિન છે. સામાન્ય રીતે એક-બે મિનિટ કે પાંચ-દસ મિનિટ સુધી પણ એક જ ધારામાં રહેવું કઠણ હોય છે, તો તે સ્થિતિમાં સતત ત્રણ કલાક રહેવું ખૂબ જ દુષ્કર છે. જે સાધક દસ-પંદર મિનિટના અભ્યાસ સુધી પણ પહોંચી શકે છે તે એ અનુભવ કરી શકે છે કે ત્રણ કલાક સુધી એકાગ્ર રહેનાર ખરેખર માર્ગને પ્રાપ્ત કરી શકે છે, તેનું ભ્રમણ ટળી જાય છે. પૂર્વાભાસ (precognition) અંતર્દષ્ટિ (intuition) વગેરે અતીન્દ્રિય ક્ષમતાઓના વિકાસનો આ એક સ્ત્રોત છે.
દર્શન-કેન્દ્ર (પિપ્યુટરી ગ્લેન્ડ) પીયૂષ ગ્રંથિનું ક્ષેત્ર છે, જે માસ્ટર પ્લેન્ડ છે અને જેનું અનેક ગ્રંથિઓ પર નિયંત્રણ છે તથા જેની સક્રિયતા અને નિષ્ક્રિયતાથી આપણું નિર્ણ પ્રભાવિત થાય છે. પિયૂટર નિષ્ફળ થાય તે મનુષ્ય સાચે નિર્ણય લઈ શક્તો નથી. પીયૂષ ગ્રંથિની આ બધી પ્રવૃત્તિઓ દર્શન કેન્દ્ર સાથે જોડાયેલી છે. જ્યોતિકેન્દ્ર અને દર્શન કેન્દ્ર બંને ચૈતન્ય કેન્દ્રો વાસનાઓ અને વૃત્તિઓને નિયંત્રિત કરનાર કેન્દ્રો છે. આ ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષાથી આ કેન્દ્રો જાગૃત થાય છે. જ્યારે તે જાગૃત થાય છે, પિનિયલ અને પિસ્યુટરી ગ્લેન્ડની સક્રિયતા વધી જાય છે અને એડ્રીનલ તથા ગોનાડ્ઝ પર તેમનું નિયંત્રણ સ્થાપિત થઈ જાય છે. એડ્રીનલ અને ગેનાઝના કારણે
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org