Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ કેન્દ્રોને ગાઢ સંબંધ છે. હાઈપોથેલેમસને સીધો સંબંધ પિનિયલ અને પિસ્યુટરી સાથે છે. તિકેન્દ્ર, ક્રોધ, વાસના વગેરેને ઉપશાન કરવાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. તેના પર ધ્યાન કરવાથી ભયંકરમાં ભયંકર ક્રોધ શાંત થઈ જાય છે. જ્યોતિકેન્દ્ર પર શ્વેત રંગનું ધ્યાન આવેગ, આવેશ, ઉરોજના વગેરેના શમનને ઉત્તમ ઉપાય છે. બાર-તેર વર્ષની ઉંમર પછી પિનિયલ સેન્ડનિષ્ક્રિય થવાની શરૂઆત થાય છે. તેની નિષ્કિયતાને કારણે ક્રોધ, કામ, ભય વગેરે સંજ્ઞાઓ ઉચ્છખલ બની જાય છે. અપરાધી મનોવૃત્તિને પણ બળ મળે છે. જે કિશોરાવસ્થામાંથી જ ધ્યાનનો પ્રયોગ કરી તેને સક્રિય રાખી શકાય તે સંતુલિત વ્યક્તિત્વનું નિર્માણ કરી શકાય છે. દર્શન–કેન્દ્ર પણ ચૈતન્યનું ખૂબ મોટું કેન્દ્ર છે. તેની ઘણી શક્તિઓ છે. કેટલાક શરીરશાસ્ત્રીઓએ તેને એક પ્રકારે સર્વજ્ઞતાનું કેન્દ્ર કહ્યું છે. તેને જ આજ્ઞા-ચક કે તૃતીય નેત્ર પણ કહેવામાં આવે છે. એ મસ્તિષ્ક અને તાલુ નીચે ભૂકુટીની વચ્ચે ખૂબ ઊંડાણમાં આવેલ છે. પશ્ચિમના સાધકે એ થર્ડ આઈ” (ત્રીજું નેત્ર)ના નામે તેની ઘણી વખત ચર્ચા કરી છે, અને એના પર અનેક પુસ્તક પણ લખ્યાં છે. કઈ પણ સાધક જે ત્રણ કલાક સુધી દર્શન-કેન્દ્ર પર કેન્દ્રિત થઈ શકે, એકાગ્ર રહી શકે, તો તે દસ દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82