Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ સ્મૃતિ, ચૈતન્ય-શક્તિ વગેરેને પ્રબળ બનાવી શકાય છે. જ્ઞાન કેન્દ્રની સમગ્ર પ્રેક્ષા કરવાથી વિશેષ જ્ઞાનનું અવતરણ પણ થઈ શકે છે. અતીન્દ્રિય ચેતનાના અનેક સ્ત્રોતોમાંને આ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તન્ય-કેન્દ્રપ્રેક્ષાથી જે ચૈતન્ય-કેન્દ્ર જાગૃત થાય છે, તેનાથી અતીન્દ્રિય જ્ઞાનનાં પ્રકાશ-કિર બહાર ફેલાય છે. જ્ઞાન-કેન્દ્ર તેમજ લઘુમસ્તિષ્કની પ્રેક્ષાથી સાધક પોતાની અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરી શકે છે. પૂર્વજન્મની સ્મૃતિ, પ્રાગુ-અવબોધ (Precognition) વગેરે પરામનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની નિષ્પત્તિ પણ આ કેન્દ્રોની પ્રેક્ષાથી જ સંભવિત બને છે. અધ્યાત્મ-જાતિષની દ્રષ્ટિએ આ કેન્દ્ર પર શનિનો પ્રભાવ હિોવાનું મનાય છે. શાંતિ કેન્દ્ર : શાંતિ-કેન્દ્ર અગ્ર-મસ્તિષ્ક (frontal lobe)માં આવેલ ચિત્ત-શક્તિનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેનો સંબંધ ભાવધારા સાથે છે. સૂમ શરીરમાંથી વહેતી ભાવધારા મસ્તિષ્કના આ ભાગમાં આવીને મનની સાથે જોડાય છે. અહીં જ આપણું ભાવે મનેભા બને છે. આ રીતે આ સ્થળ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનું સંગમ-બિન્દુ છે. આયુર્વેદના આચાર્યોએ આને “અધિપતિ મમ” કહ્યો છે. આધુનિક આયુર્વિજ્ઞાન (medical science) માં આને અવચેતક મસ્તિષ્ક (hypothalamus–હાઈ પોથેલેમસ) ૧, સુશ્રુતસંહિતા, શારીરસ્થાન ૬.૨૮ 43 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82