Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
કેઈ નથી, આ ચિત્તની યાત્રા જ્યારે જ્યારે થાય છે, ચિત્ત જે ગ્રંથિને, જે કેન્દ્રને, જે સાઈકિક સેન્ટરને
સ્પર્શ કરે છે, જેમાં તલ્લીન થાય છે, તે સમયે તે જ ચેતના અને તે જ સ્મૃતિ જાગી ઊઠે છે અને તે જ વિષય આપણી સમક્ષ પ્રસ્ફટિત થઈ જાય છે. આ રહસ્યને જાણી લીધા પછી સાધકને રસ્તો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. જે સાધક બદલાવા માંગે છે તેને માટે અત્યંત જરૂરી છે કે એ, તે ચૈતન્ય-કેન્દ્રો પર ચિત્તની યાત્રા વધારે ને વધારે કરે કે જે ચૈતન્ય કેન્દ્રો આપણું સ્વભાવ, આચરણનું નિયંત્રણ કરી રહ્યાં છે. વિશુદ્ધિકેન્દ્ર, પતિકેન્દ્ર, દર્શનકેન્દ્ર, શાંતિ કેન્દ્ર અને જ્ઞાન કેન્દ્ર–આ પાંચેય કેન્દ્રો આપણું વ્યવહારને પવિત્ર બનાવે છે, આચરણને પવિત્ર બનાવે છે અને અપવિત્ર આચરણ પર, અસત્ વ્યવહાર પર નિયંત્રણ કરે છે.
એ સાચું છે કે પરિસ્થિતિઓ આપણું ભાવને પ્રભાવિત કરે છે. પરંતુ તેઓ મુખ્ય નથી, ગૌણ છે. મુખ્ય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ. તેને ઉપાદાન કારણ કહી શકાય અને પરિસ્થિતિને નિમિત્ત કારણ માની શકાય. આપણે ઉપાદાનનું પરિષ્કરણ કરવાનું છે અને નિમિત્તનું પણ પરિકરણ કરવાનું છે. પરંતુ આપણે પ્રથમ સ્થાન તે આંતરિક ઉપાદાનાને જ આપવું પડશે અને બીજું સ્થાન આપવું પડશે પરિસ્થિતિ-જનિત નિમિત્તોને.
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82