Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ જે તમે ચૈતન્ય-કેન્દ્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેમને સક્રિય બનાવશે તો પ્રાણધારાને સીધી પ્રવાહિત થવાને અવસર મળશે, વચલી રુકાવટ દૂર થશે. જે તમે તેની ઉપેક્ષા કરતા હશે, તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરો, તે તે કેન્દ્ર કે ગ્રંથિઓ સંકોચાઈ જશે, રૂંધાઈ જશે. રોતન્ય કેન્દ્રોન વિશુદ્ધિકરણ : - આપણું શરીરમાં અનેક ચૈતન્ય-કેન્દ્રો છે. તે ચેતનાને જાગૃત કરનાર ચુંબકીય ક્ષેત્રો કે વિદ્યુતક્ષેત્ર છે. તે બધાં જ નિર્મળ બનવાં જોઈએ. તે નિર્મળ બને તે તેમાંથી અતીન્દ્રિય ચેતના બહાર નીકળી શકે. જે તે નિર્મળ થાય નહીં, એમ ને એમ મલિન રહી જાય, તો તેમાંથી જ્ઞાનનાં કિરણો બહાર નથી આવી શક્તા અને વ્યક્તિનું જ્ઞાન પ્રજ્ઞાની કટિમાં જઈ શકતું નથી. પ્રજ્ઞા ત્યારે જ જાગૃત થાય છે, જ્યારે શરીરનો શૈતન્ય-કેન્દ્રો નિર્મળ બની જાય છે. ચતય-કેન્દ્રોને નિર્મળ બનાવવા માટે તેમની પ્રેક્ષા કરવામાં આવે છે. ચિત્ત જ્યારે કેન્દ્રો પર એકાગ્ર થાય છે ત્યારે ત્યાંનાં સ્પંદનોનું નિરીક્ષણ કરે છે, ફક્ત નિરીક્ષણ કરે છે, દષ્ટાભાવથી જુએ છે, ત્યારે જ ચૈતન્ય કેન્દ્રો નિર્મળ થવાની શરૂઆત થઈ જાય છે. વિવેકનાં કેન્દ્રો અને વાસનાનાં કેન્દ્રો : સમસ્ત કેન્દ્રો સ્થૂળ સ્વરૂપે બે ભાગમાં વહેંચાયેલાં છે--જ્ઞાન કે વિવેકનાં કેન્દ્રો અને વૃત્તિ કે વાસનાનાં કેન્દ્રો. 40 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82