Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ જાગૃત કરવાની પ્રકિયા : તન્ય-કેન્દ્રોને જાગૃત કરવાની સરળ પદ્ધતિ આ પ્રમાણે છે–તમે જે કેન્દ્રને જાગૃત કરવા ઇચ્છતા હૈ, જેને સક્રિય બનાવવા માંગતા હોય તેના પર મનને એકાગ્ર કરો. મન જેટલું વધારે એકાગ્ર થશે, તેટલું તે કેન્દ્ર જલદી સક્રિય બનશે, જાગૃત થશે. આપણે કયા કેન્દ્રને જાગૃત કરવું છે, સક્રિય બનાવવું છે તે આપણા લય ઉપર આધારિત છે. જે વ્યક્તિઓ પવિત્રતા પ્રાપ્ત કરવા માગે છે, પવિત્ર થવા ઈચ્છે છે, તેઓ વિશુદ્ધિકેન્દ્ર પર ચિત્તને વારંવાર એકાગ્ર કરે. એનાથી વાસનાના સંસ્કાર ક્ષીણ થશે, પવિત્રતા આવવા લાગશે. જે વ્યક્તિઓ પ્રતિભ જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે, થનાર ઘટનાને પહેલેથી જ જાણવા માંગે છે, તેઓ પિતાના ચિત્તને દર્શન કેન્દ્ર પર કેન્દ્રિત કરે, ઘટનાઓનો આભાસ થવા માંડશે. જે વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ જે પોતાના ચિત્તને મસ્તિષ્કના મધ્યભાગ પર એકાગ્ર કરશે, તો તેમનું જ્ઞાન કેન્દ્ર સક્રિય બની જશે. જે વ્યક્તિઓ પ્રાણશક્તિ (યાને તેજ)ને પ્રબળ કરવા ચાહે છે તેમણે શક્તિ-કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણાં પ્રજનો અલગ અલગ છે. એ વાત સાચી છે કે જેના પર આપણે વધારે ધ્યાન આપીશું તે કેન્દ્ર અધિક સક્રિય થશે. 39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82