Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ તેના પરિણામે હાઈપોથેલેમસ પિયૂટરી ગ્રંથિના અંગ્રભાગને સક્રિય કરશે. હવે પિયૂટરીને વારે. તે પિતાની તરફથી કામગ્રંથિઓને ગોનોડેફીન નામક હાર્મોન મેકલીને સક્રિય કરે છે. ત્યારે તે યુવકની કામ-ગ્રંથિ પિતાના લૈંગિક હોર્મોન–એન્ડ્રોજનને સ્ત્રાવ કરે છે, જે લેહી દ્વારા મસ્તિષ્કમાં પહોંચીને નાડીતંત્રને પ્રભાવિત કરે છે. તેના પરિણામે હૃદય અને નાડીની ગતિમાં વૃદ્ધિ થાય છે, લોહીનું દબાણ વધે છે, માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે, અને કામ-વાસના ઉદ્દીપ્ત થાય છે. શરીરનાં અન્ય તંત્રોની સંરચના ઘણુંખરું સંલગ્ન રૂપમાં પ્રાપ્ત થાય છે, જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની ગ્રંથિઓ શરીરના જુદા જુદા ભાગમાં દ્વીપની માફક ફેલાયેલી હોય છે. મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ પ્રમાણે છે :-પાઈ નિયલ પિયૂટરી (પીયૂષ), થાઈરાઈડ, પેરાથાઈરાઈડ, એનાલ, લેગરહાન્સના દ્વીપ તથા ગેનાઝ (કામ-ગ્રંથિઓ). આ બધી જ ગ્રંથિઓ પ્રમાણમાં નાની અને નલિકાવિહીન હોય છે. લોહી દ્વારા એમને વિપુલ માત્રામાં પોષક સામગ્રી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથિઓના સ્ત્રાવ જૈવરાસાયણિક યૌગિક (ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડેઝ)ના રૂપમાં હોય છે. તે હાર્મોન” કહેવાય છે. તે સીધા જ રક્તપ્રવાહમાં છોડાય છે. રક્ત-પ્રવાહના માધ્યમથી તે આખા શરીરમાં પ્રવાહિત થાય છે, અને ઉત્પત્તિ-સ્થાનથી ખૂબ દૂરનાં સ્થાને સુધી પોતાનું કાર્ય કરી શકે છે. તેઓ સ્વલ્પ માત્રામાં પણ ખૂબ પ્રભાવશાળી હોય છે. પ્રાણનાં વૃદ્ધિ અને વિકાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82