Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ તરંગાતીત અવસ્થા વૈજ્ઞાનિક ઉપચાર ફક્ત સામયિક ઉપચાર છે, પરંતુ સમસ્યાનું તે સ્થાયી સમાધાન કે અંતિમ સમાધાન નથી. તેનું અંતિમ સમાધાન તે એ છે કે વ્યક્તિ તરંગાતીત અવસ્થામાં ચાલી જાય. ક્રોધ કે કોઈ પણ વૃત્તિના તરંગ પુનરાવૃત્તિ દ્વારા પુષ્ટ થાય છે. ક્રોધને ક્રોધનું સિંચન મળે છે તો તે પુષ્ટ બને છે. ક્રોધને ક્રોધનું સિંચન ન મળે તો ક્રોધને છોડ પિતાની જાતે કરમાઈ જાય છે. અધ્યાત્મનો સિદ્ધાંત છે–સામાયિકનો સિદ્ધાંત. અધ્યાત્મનો સિદ્ધાંત છે પિતાની જાતને જોવાનો સિદ્ધાંત. આ જ તરગાતીત ચેતનાની ભૂમિકા છે. જ્યારે વ્યક્તિ તરંગાતીત અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે ન તો રાગના તરંગ રહે છે કે ન તો શ્રેષના તરંગ રહે છે. ત્યારે ન તે પ્રિયતા હોય છે કે ન તો અપ્રિયતા. તે સ્થિતિમાં ક્રાધના તરંગ જ્યાંથી ઉદ્ભવે છે તેના પર જ પ્રહાર થતો નથી, પરંતુ તરંગ ઉત્પન્ન કરવામાં જે જવાબદાર હોય છે તેના પર જ પ્રહાર થાય છે. વૈજ્ઞાનિક સાધનોને, તેમના દ્વારા ઉત્પાદિત ઔષધિઓને પ્રભાવ મસ્તિષ્કીય સ્તરો પર સ્નાયુસંસ્થાન કે નાડી–મંડલ પર હોય છે, પરંતુ આ તરંગાતીત ધ્યાનનો, આ ચૈતન્યની અનુભૂતિનો અને સમતાને પ્રભાવ આ શરીર પર જ નથી થતો પરંતુ વૃત્તિઓના તરો ઉત્પન્ન કરનાર પર થાય છે. આ મૂળ પર પ્રહાર કરવાની પ્રક્રિયા છે, એટલા માટે આ સ્થાયી સમાધાન છે. વિજ્ઞાનથી આગળની પ્રક્રિયા છે. તરંગાતીત અવસ્થા 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82