Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ મસ્તિષ્ક નથી. અત્યાર સુધી એમ જ માનવામાં આવતું હતું કે મસ્તિષ્ક જ આપણા શરીરને મુખ્ય અવયવ છે. આ રીતે હદય અને ગુદને પણ શરીરના મહત્ત્વપૂર્ણ અવયવો માનવામાં આવતા હતા, પરંતુ હવે નવી શરીરશાસ્ત્રીય શોધોએ પ્રમાણિત કર્યું છે કે શરીરનો સૌથી મહત્ત્વપૂર્ણ અવયવ છે આપણું ગ્રંથિતંત્ર-ડકલેસ ગ્લવ્ઝ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ બહાર નથી થતો, તે સીધો લોહીમાં જ ભળી જાય છે. આવેગ, આવેશ અને ભ્રષ્ટ આચરણ એ બધાનું નિમિત્ત છે, ગ્રંથિ-તંત્ર. આ ગ્રંથિતંત્રને પ્રભાવિત કર્યા વગર મનુષ્ય સચરિત્ર, પ્રામાણિક બની શકતો નથી. ભ્રષ્ટાચારનો નાશ કરવા માટે અને જીવનમાં સચ્ચાઈ લાવવા માટે ગ્રંથિતંત્રને પ્રભાવિત કરવું પડશે. મનુષ્ય ઉપદેશથી એટલો સચરિત્ર નથી થતું, જેટલો તે ગ્રંથિ-તંત્રને બદલવાથી થઈ શકે છે. આ તથ્ય આજે અનુભવ–સિદ્ધ થઈ ચૂક્યું છે. આ નિયમ ૫૬ ૧. લગભગ પ્રત્યેક ધર્મની ઉપાસના-પદ્ધતિમાં પ્રાર્થના કરતી વેળાએ એક વિશિષ્ટ પ્રકારના આસન અને મુદ્રાને પ્રેમ કરવામાં આવે છે, જેમાં વ્યક્તિ ઘૂટણ પર બેસીને બે હાથ જોડીને, મસ્તક નમાવીને, મસ્તક વડે ભૂમિને સ્પર્શ કરે છે. મુસલમાને નમાજ પઢતી વખતે, ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના કરતી વખતે, વૈદિક, બૌદ્ધ, જૈન આદિ દેવ-વંદન કરતી વખતે મોટાભાગે આ જ આસનમુદ્રાને પ્રયોગ કરે છે. જ્યારે કમર વાળીને મસ્તકને ભૂમિ સુધી નમાવવામાં આવે છે, ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી અહંકાર પેદા કરનાર હાર્મોનનું પરિમાર્જન થાય છે અને ઉપાસકમાં Jain Education International - 20 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82