________________
ચૈતન્ય-કેન્દ્ર-એક્ષા શા માટે?
દરેક માનવમાં વિવેક-ચેતના અંતનિહિત હોય છે, પરંતુ જ્યાં સુધી તેનું જાગરણ થતું નથી ત્યાં સુધી મનુષ્ય પોતાના ચેતન-મન દ્વારા ફક્ત બુદ્ધિ અને તર્કને આધારે જ પિતાની વૃત્તિઓની માંગ પર જ વિચાર કરે છે. તેમાં તે વિવેક–ચેતનાનો ઉપયોગ કરતો નથી. પરિણામે તેની બૌદ્ધિક અને તાર્કિક શક્તિઓ પર વૃત્તિઓ એટલી બધી સવાર થઈ જાય છે કે તેમની માંગમાં ઔચિત્યઅનૌચિત્યનો સાચે નિર્ણય કરવાને પણ સમર્થ નથી રહેતી. ઊલટું એવી સ્થિતિમાં તેનું ચેતન મન વૃત્તિઓની માંગને ઉચિત ઠરાવવા માટે કેઈ ને કોઈ તક કે યુક્તિ શોધી કાઢે છે. એટલા માટે પિતાની મૌલિક મનોવૃત્તિઓનાં પ્રેરક બળો પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે કે માનવ પોતાની સુષુપ્ત વિવેક–ચેતનાને જાગૃત અને વિકસિત કરે.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org