Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 9
________________ દુખ–દુઃખાભાસને જોઈને તે રડી પડે છે. આવી રીતે રડવામાં અને હસવામાં કેટલાએ કાળ–યુગને વિતાવી નાંખ્યા તેની કોઈ ગણુનાજ નથી ! તે કર્મને કતો અને ભોક્તા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ભલે ન હોય, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તે આત્મા જ કર્મને કર્તા અને ભોક્તા છે; અને શ્રી વીતરાગ દેવ પણ કહે છે કે –“મcur at વિત્તા ય, કુદાય હાય”—અર્થાત સુખ દુઃખને કર્તા અને ભોક્તા આત્મા પોતેજ છે; એ સિદ્ધાન્તને અનુલક્ષીને જૈન સિદ્ધાન્તકાર અને શ્રી ભગવદ્દગીતાકાર પણ આત્માને જ પોતે પોતાના મિત્ર અને શત્રુ તરીકે ઓળખાવે છે. જેનામાં થોડે અંશે પણ બુદ્ધિની નિર્મળતા છે તેને તે એ વાત જરૂર સમજાય તેમ છે. સુખદુઃખને કર્તા અને ભક્તો આત્મા છે એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, પણ તે અમુક અપેક્ષાઓ. જૈન ધર્મના સિદ્ધાન્ત એકાન્તવાદી નથી પણ અનેકાન્તવાદી છે. અમુક અપેક્ષાએ લાખ વામીન જવા થિ, અર્થાત કરેલાં કર્મો ભેગવ્યા સિવાય આત્માને મોક્ષ નથી, એ વાત સત્ય છે; પરન્તુ એથી દરેકે દરેક બાબતમાં એક સિદ્ધાન્ત તરીકે એકજ વાત ન માની બેસવી કે–કર્મનાં ફળ ભોગવ્યા સિવાય આત્માની મુક્તિ નજ સંભવે. દરેક કર્મ કાંઈ એક જ પ્રકારનાં હોતાં નથી. કેઈ કર્મબંધન શિથિલ હેય છે, અને કોઈ કર્મબંધન નિવિડ-નિકાચિત હોય છે. જે શિથિલ કર્મબંધને હોય છે, તે તે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, અંતઃકરણપૂર્વકને શુદ્ધ પશ્ચાત્તાપ, શુદ્ધ અને પ્રબળ ભાવના વગેરે સાધનઠારા વગર “ભોગવ્યેજ દૂર થઈ શકે છે, અને નિકાચિત કર્મબંધને જેકે ભગવ્યા સિવાય સર્વથા-સર્વશે છૂટા થઈ શકતા નથી, પરંતુ પુરૂષાર્થ વડે, તે જે લાંબી મુદત ભેગવવાનાં હોય તે અલ્પ મુદતનાં, અને બહુજ મહાદુખદાયક હોય તે તે અલ્પ દુઃખકારક કરી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180