Book Title: Prashna Vyakaran Sutra Author(s): Chotalal Muni Publisher: Laghaji Swami Pustakalay View full book textPage 8
________________ આ પ્રસ્તાવના સુવર્ણ વસ્તુતઃ શુદ્ધ અને નિર્મળજ હોય છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં સુવર્ણ સુવર્ણરૂપે રહે છે. કોઈ વખતે તે સુવર્ણનાં કણે જથામાં જામે છે–કોઈ સુવર્ણકાર તેને જમાવે છે, ત્યારે તે સુવર્ણના અલંકાર બને છે અને તે વખતે તેની મેંઘી. કિંમત અંકાય છે. જ્યારે એ જ વિખરાઈ જાય છે ત્યારે તે માટી સાથે મળી જાય છે અને તેના પર વધુ માટીના થર જામે છે ત્યારે તે સામાન્ય જનસમાજની દૃષ્ટિથી અદશ્ય બને છે. કેટલાક વખતે સુવર્ણનાં રજકણે વધુ છૂટાં પડી ગએલાં હોય, તે સુવર્ણમિશ્રિત માટીને નહિ જાણનારાઓ એ માટી-માટીમાં છૂપાએલ સુવર્ણને હલકામાં હલકા કાર્યમાં પણ ઉપયોગ કરે છે. એજ રીતે આત્મા વસ્તુતઃ શુદ્ધ-નિર્મળ–અજર-અમર હેવા છતાં, ત્રણે કાળે શાશ્વત-સિદ્ધ સ્વરૂપી હોવા છતાં, કર્મરૂપ માટીનાં આવરણથી એવો વ્યાપ્ત થઈ ગયો છે કે એ અજરામર આત્માને પુનર િનનને પુનરિ મu–વારંવાર જન્મ મરણનાં આવર્તને કરવાં પડે છે, સ્થૂળ દષ્ટિએ મનુષ્ય–દેવ–પશુ-પક્ષી અને નરકના અવતાર ધારણ કરી તે તે ગતિનાં સુખદુઃખના કર્તા-ભોક્તા ' તરીકે ગણાવું પડે છે. પિતાના સ્વરૂપને ભૂલી ગએલ આત્મા અજ્ઞાનવડે કરીને સિંહે પિતાને માનેલ ઘેટાની માફક આ સ્થલ દેહમાંજ હુંપણું માની નાનાવિધ કર્મો કરી વધુ ને વધુ કર્મરૂપ માટીના થરની નીચે દબાઈ જઈ આત્માનું આત્માપણુંજ વિસરી જાય છે, અને લાંબા કાળની એ ભૂલને પરિણામે આત્મા-અનંત શક્તિમાન આત્મા પિતાનાંજ કરેલાં કર્મની પાસે પોતે રાંક-ગુલામ જેવો બની જઈને નાચ નાચે છે. ક્ષણિક અને નાશવંત સુખ-ખરી રીતે સુખાભાસને જોઈને તે આનંદથી નાચી ઉઠે છે, અને ક્ષણિક-નાશવંતPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180