Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
સૂચના
૧ આ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા' માં આપેલા ધાતુઓનાં તથા શબ્દોનાં રૂપાખ્યાનો તથા તેના નિયમો કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત પ્રાકૃત (સિદ્ધહેમ વ્યાકરણના અષ્ટમ અધ્યાયરૂપ) વ્યાકરણના અનુસારે જાણવાં. તેથી દરેક નિયમોની સાથે તેના પાદ તથા સૂત્રોના નંબરો ( ) આ પ્રમાણેના કૌંસમાં આપેલ છે. સંસ્કૃતમાં જેમ દશ ગણો અને તેમાં પરÂપદી-આત્મનેપદી અને ઉભયપદી ધાતુઓ તથા તેના જુદા જુદા પ્રત્યયો આવે છે, તેમ પ્રાકૃતમાં નથી. 3 પ્રાકૃતમાં ૧ વર્તમાનકાળ, ૨ ભૂતકાળ, (ઘસ્તન-પરોક્ષ-અઘતન ભૂતકાળના સ્થાને) ૩ આજ્ઞાર્થ-વિધ્યર્થ અને ૪ ભવિષ્યકાળ (ક્ષસ્તન ભવિષ્ય અને સામાન્ય ભવિષ્યના સ્થાને) તેમજ ૫ ક્રિયાતિપત્યર્થ એટલાં કાળો વપરાય છે.
ર
*
પ્રાકૃતમાં દ્વિવચનને બદલે બહુવચન વપરાય છે. જયારે તેનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે દ્વિત્ય અર્થ જણાવવાને માટે બહુવચનનંત નામની સાથે વિભત્યંત દુ (દ્રિ) શબ્દનો પ્રયોગ થાય છે, જેમ િ પુરિમા ગધ્ધત્તિ-બે પુરુષો જાય છે.
૫ પ્રાકૃતમાં ચતુર્થી વિભકિતના સ્થાને છઠ્ઠી વિભકિત વપરાય છે, પણ તાદર્થ્ય (તેને માટે) માં સંસ્કૃતની જેમ ચતુર્થીનું એક્વચન વપરાય છે. જેમ "આહારાય નવાં અડડ઼ (આહારાય નામતિ)
આર્ય-પ્રાકૃતનો પણ અભ્યાસ થઈ શકે તેને માટે પ્રસંગે પ્રસંગે આર્ષ પ્રત્યયો અને રૂપો પણ મૂકેલાં છે.
૬
૭ સંસ્કૃતનમાં અભ્યાસીઓને સંસ્કૃત દ્વારા પ્રાકૃતનું જ્ઞાન થઈ શકે તેટલા માટે વર્ણ વિકારના મુખ્ય નિયમો ટિપ્પણમાં લીધેલા છે.
८ કૃદન્તોનો પાઠ અલગ કરવામાં આવ્યો છે, અને તેમાં આર્યહૃદન્તો પણ સાથે સૂચવેલાં છે.
૯ પ્રેરકભેદનાં રૂપો વિસ્તારથી દેખાડવામાં આવ્યા છે.