Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३८७ 'अइतज्जणा 'न कायव्वा, 'पुत्तकलत्तेसु सामिए 'भिच्चे । "दहि पि “महिज्जतं, "छंडइ देहं 'न "संदेहो ॥२६८।। 'वल्ली नरिंदचित्तं, 'वक्खाणं 'पाणि च 'महिलाओ । 'तत्थ य वच्चंति "सया, 'जत्थ य "धुत्तेहिं "निज्जति ॥२६९।। 'अवलोअइ गंथत्थं, अत्थं गहिऊण “पावए "मुक्खं । परलोए 'देइ दिट्ठी, 'मुणिवरसारिच्छया 'वेसा ॥२७०॥ 'दो पंथेहिं न गम्मइ, 'दोमुहसूई न “सीवए कथं । "दुन्नि 'न "ति कया वि हु, इंदियसुक्खं च "मुक्खं च ॥२७१।। पुत्रकलत्रयोः स्वामिनि भृत्येऽतितर्जना न कर्तव्या । दध्यपि मथ्यमानं देहं मुञ्चति, सन्देहो न ॥२६८॥ वल्ली, नरेन्द्रचित्तं, व्याख्यानं, पानीयं महिलाश्च । तत्र च सदा व्रजन्ति, यत्र च धूर्तेर्नीयन्ते ॥२६९॥ वेश्या मुनिवरसदृशी ग्रन्थार्थमवलोकयति, अर्थं गृहीत्वा मोक्षं प्राप्नोति, परलोके दृष्टिर्ददाति, ॥२७०।। द्वाभ्यां पथिभ्यां न गम्यते, द्विमुखसूची कन्थां न सीव्यति । इन्द्रियसौख्यं च मोक्षश्च द्वे कदापि न खलु भवतः ॥२७१।।
પુત્ર પત્ની, શેઠ કે નોકરનો અત્યંત તિરસ્કાર કરવો જોઈએ નહિ, કારણકે દહીં પણ વલોવતા થકાં પોતાનું સ્વરૂપ મૂકી દે છે, તેમાં કોઈ સંશય નથી. ર૬૮
વેલ, રાજાનું મન, વ્યાખ્યાન, પાણી અને સ્ત્રીઓ હંમેશા ત્યાં જ જાય છે કે જ્યાં હોંશિયારપુરુષો ખેંચી જાય છે. ર૬૯.
વેશ્યા સાધુઓ જેવી છે, જેમ સાધુઓ ગ્રંથોના અર્થનું અવગાહન કરે છે, અર્થને જાણી મોક્ષને પામે છે, પરલોક માટે નજર દોડાવે છે, તેમ વેશ્યાઓ ગાંઠમાં રહેલ ધનને જુએ છે, ધનને લઈ તેનાથી છૂટી થાય છે અને બીજા પુરુષમાં નજર દોડાવે છે. ૨૭૦. - જેમ એકી સાથે બે રસ્તે જઈ શકાતું નથી, એક સાથે બે મુખવાળી સયથી ગોદડું - કપડું સીવી શકાતું નથી, તેમ ઈન્દ્રિયોનાં સુખ અને મોક્ષ, એ બને એકી સાથે કયારે મળતા નથી. ર૭૧.