Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३१७ 'एयमैठं 'सपेहाए, 'परमाणुगामियं । 'निम्ममो 'निरहंकारो, 'चरे "भिक्खू 'जिणाहियं ॥१००||
सूत्रकृताङ्ग-द्वितीय श्रुतस्कन्धे
(५) पुक्खरिणीवण्णं (पुष्करिणीवर्णनम्) से जहाणामए पुक्खरिणी सिया, बहुउदगा बहुसेया बहुपुक्खला लद्धट्ठा पुंडरीकिणी पासादिया दरिसणीया अभिरूवा पडिरूवा, तीसे णं पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया,
परमार्थानुगामिकमेतदर्थं सम्प्रेक्ष्य । निर्ममो निरहङ्कारो, भिक्षुर्जिनाऽऽहितं (जिनाख्यातं) चरेत् ॥१००||
तद् यथानामका पुष्करिणी स्यात्, बहूदका, बहुसेया, बहुपुष्कला, लब्धार्था पुण्डरीकिणी, प्रासादिका, दर्शनीया, अभिरूपा, प्रतिरूपा, तस्या नु पुष्करिण्यास्तत्र तत्र देशे देशे तस्मिंस्तस्मिन् बहूनि पद्मवरपौण्डरीकाण्यु
મોક્ષ અને સંયમમાં સાથે રહેનારા સમ્યગદર્શન આદિ આ અર્થનો વિચાર કરીને મમતા અને અહંકાર વગરના સંયમી જીવે જિનેશ્વરોએ બતાવેલ માર્ગે ચાલવું જોઈએ. ૧૦૦
પુષ્કરિણીના વર્ણનમાં ઘણાં કમળોથી વિભૂષિત જલાશયનું વર્ણન કરેલ છે.
બીજાં અંગ શ્રીસૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલાં પુંડરીક નામના અધ્યયનનાં પહેલા જ સૂત્રમાં જણાવે છે કે જેમ કોઈ ઘણા કમળોવાળું યથાર્થ સરોવર હોય કે જે ઘણા પાણીવાળું, ઘણા કાદવવાળું, ઘણા કમળોવાળું અને તેથી જ “પુષ્કરિણીં એ પ્રમાણે સાર્થક નામવાળું, ઘણાં સફેદ કમળોવાળું, નિર્મળ પાણીવાળું અથવા દેવમંદિરો જેની નજીકમાં છે તેવું, જોવા લાયક, રાજહંસ આદિ પક્ષીઓથી સુંદર, સ્વચ્છ પાણીને કારણે જ્યાં પ્રતિબિંબ પડી રહ્યા છે તેવું છે, તેનાં એક એક પ્રદેશમાં ઠેર ઠેર ઘણાં ઉત્તમ પુંડરીક - સફેદ કમળો શોભી રહ્યા