Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३३३ सुणिऊण 'इमं 'सीया, 'गग्गरकण्ठेण भणइ 'दहवयणं । निसुणेहि "मज्झ वयणं, "जइ “मे नेहं "समुव्वहसि ॥१५४॥ घणकोववसगएण वि, 'पउमो 'भामण्डलो य संगामे । एए न घाइयव्वा, लङ्काहिव ! अहिमुहावडिया ॥१५५|| 'ताव य जीवामि अहं, 'जाव य एयाण 'पुरिससीहाणं । "न "सुणेमि 'गरणसई "उच्चयणिज्जं “अयण्णसुहं ॥१५६।। सा जंपिऊण एवं, 'पडिया 'धरणीयले गया मोहं । "दिट्ठा य 'रावणेणं, मरणावत्था "पयलियंसू ॥१५७॥ इदं श्रुत्वा सीता गद्गदकण्ठेन दशवदनं भणति । यदि मयि स्नेहं समुद्वहसि, मम वचनं निशृणु ॥१५४॥ लङ्काधिप ! घनकोपवशगतेनाऽपि सङ्ग्रामे पद्मो भामण्डल श्चैतावभिमुखाऽऽपतितौ न हन्तव्यौ ॥१५५॥ तावच्चाऽहं जीवामि, यावच्च पुरुषसिंहयोरेतयोः, उत्त्यजनीयमकर्णसुखं मरणशब्दं न शृणोमि ॥१५६॥ सैवं जल्पित्वा धरणीतले पतिता मोहं गता । रावणेन च मरणाऽवस्था प्रगलिताश्रुः दृष्टा ॥१५७॥
આ સાંભળીને સીતા ગદગદ કંઠે દશ માથાવાળા રાવણને કહે છે, જો મારા ઉપર પ્રેમ રાખતા હો, તો મારું વચન ધ્યાન દઈને સાંભળો. ૧૫૪
હે લંકેશ રાવણ ! ભયંકર ગુસ્સાને આધીન થયેલા પણ તમારે યુદ્ધમાં શ્રી રામ તથા લક્ષ્મણ આ બન્નેને સામે આવે તો પણ મારવા નહિ. ૧૫૫
કારણકે ત્યાં સુધી જ હું જીવતી રહીશ કે જ્યાં સુધી પુરુષોમાં સિંહ જેવા આ બન્નેના ત્યાગ કરવા લાયક અને કર્ણને પ્રિય ન લાગે તેવા મરણનો શબ્દ સાંભળીશ નહિ. ૧૫૬
તે સીતાજી આ પ્રમાણે બોલીને પૃથ્વી ઉપર પડી ગયા અને મૂર્છાને પામી ગયા; રાવણે પણ મરણદશાને નજીક રહેલા તેમજ આંસુને પાડતાં એવા તેમને જોયા. ૧૫૭