Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३२७ 'नमी 'नमेइ 'अप्पाणं, सक्खं 'सक्केण चोइओ। 'चइऊण "गेहं च वेदेही, "सामण्णे "पज्जुवट्ठिओ ॥१३३।
उत्तराध्ययनसूत्रे - (७) वयछक्कं (व्रतषट्कम्) 'तत्थिमं पढम 'ठाणं, 'महावीरेण 'देसि । 'अहिंसा "निउणा दिट्ठा, "सव्वभूएसु "संजमो ॥१३४॥ जावंति 'लोए पाणा, तसा 'अदुव थावरा । "ते जाणमजाणं वा, "न "हणे णोविघायए ॥१३५।। साक्षाच्छक्रेण नोदितो नमिरात्मानं नमयति । गृहं च त्यक्त्वा वैदेही, श्रामण्ये पर्युपस्थितः ॥१३३!!
तत्र महावीरेणेदं प्रथम स्थानं देशितम् । अहिंसा निपुणा दृष्टा, सर्वभूतेषु संयमः ॥१३४॥ लोके यावन्तः प्राणिनः, तसा अथवा स्थावराः । तान् जानन्नजानन् वा, न हन्यान्नोऽपि घातयेत् ॥१३५।।
આમ પ્રત્યક્ષ રીતે શકેન્દ્રથી સ્તુતિ કરાયેલ નમિ રાજર્ષિ આત્માને નમાવે છે = ભાવિત કરે છે અને ઘરનો ત્યાગ કરીને વિદેહ દેશના રાજવી ચારિત્રને વિશે ઉદ્યમવાળા થાય છે. ૧૩૩
વ્રતષની અંદર પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનના ત્યાગનો ઉપદેશ આપવાપૂર્વક છ વ્રતોનું વર્ણન દેખાડેલ છે.
ત્યાં આગળ શ્રી વીરપ્રભુએ આ પહેલું સ્થાન-વ્રત જણાવ્યું છે, તે અનુપમ અહિંસા જોવાયેલી છે અને તે સઘળા જીવોને વિષે સંયમ છે. ૧૩૪
જગતમાં જેટલા ય જીવો છે, ત્રસ=ઈચ્છા મુજબ હલન ચલન કરનારા અથવા તો સ્થાવર, તે દરેકને જાણતા કે અજાણતા મારે નહિ અને બીજા પાસે મરાવે નહિ. ૧૩૫