Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ મારી પોતાની જ લખેલી હકીકત ઈતિહાસના અન્વેષણથી જ્યારે અન્યથા સાબિત થાય તે તે વખતે પણ મને નવો મત આદરપૂર્વક માન્ય રહેશે. અશ્વશાળા(તબેલ)ને શુકશાળા (ચુંગીઘર)ની હકીકત માફક દુરાગ્રહ નહીં રહે. આટલું પ્રાસંગિક વિવેચન અનિચ્છાએ પણ કર્યા પછી પુસ્તકની મૂળ હકીકત ઉપર આવું છું. લેખકને પુસ્તકમાં એ દાવો છે કે “તેમણે ઈતિહાસમાં નવા વિચારો રજૂ કર્યા છે. નવા વિચાર કરતાં નવી કલ્પનાઓ કરી છે એમ કહેવું વધુ વાસ્તવિક ગણત, છતાં નવા વિચારો રજૂ કરવા ને કાંઈ અર્થ નથી. ઈતિહાસમાં નવું અન્વેષણ કરવાની જરૂર છે. તેની પાછળ હકીક્તો અને ઘટનાઓના પ્રબળ પુરાવાઓ રજૂ થવા જોઈએ. મનઘડત કલ્પના–તર એ ઐતિહાસિક નવા વિચારો કદી ન થઈ શકે. છેવટે તે એ હાનિ ન પહોંચાડે. આ સિંહાવકન મોટે ભાગે પ્રાચીન ભારતવર્ષના પ્રથમ ભાગનું જ છે. ને તેના જ કેટલાક મુદ્દાઓ-ઇતિહાસમાં અસંગતવિઘાતક-અનર્થકારક નિવડે એવા ઉપર વિચાર કર્યો છે; છતાં જ્યાં પરસ્પર વિરોધ કે અસંગતતા માલૂમ પડી છે ત્યાં બીજા કે ત્રીજા ભાગના વાચનમાંથી ટાંચણ કર્યું છે. બીજા ભાગનું વિસ્તૃત વિવેચન કરવામાં સમયનો વ્યય થવા સાથે બીજા જરૂરી કામમાં પણ બાધા આવે. અવ્વલમાં તે એક પુસ્તકના ટીકા ટીપણુમાં સમય વ્યતીત કરી નાખું એ કરતાં મારા હિંદ ને હિંદ બહારના ઉપયોગી ને જરૂરી કામમાં સમય ગાળું એ વધારે ફળદાયક છે એટલે પ્રા. ભા. ના અન્ય ભાગોનું અવલોકન ભવિષ્ય ઉપર મુતવી રાખી પ્રથમ ભાગનું જ અવલોકન કર્યું છે. પુસ્તક બાબત સ્વયં લેખકના લખાણ ઉપરથી જ માલુમ પડી આવે છે કે તેમનું મૌલિક વાચન નહીં જેવું જ હશે, કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 284