________________
૧૧
એ મળી આવે છે કે તેમના પુસ્તક સામે કોઈ કશું લખે કે બેલે એ તેમને પસંદ નથી એટલે ગમે તે રીતે બીજાની અસંબદ્ધ ટીકા કરવી. એ હકીકતને બાજુએ રાખીએ પણ મારા પ્રશ્નોના જવાબ આપવા માટે આટલું બધું ધાંધલ મચાવ્યું છે છતાં ય ત્રીજા ભાગમાં તેના જવાબો શા માટે નથી આપ્યા તે કળવું મુશ્કેલ નથી; અને તેથી તે એમ જ માનવું રહ્યું છે તે બધી માત્ર ખોટી જાહેર ખબર જ હતી.
મારું પુસ્તક “ અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” મોડું પ્રકટ થયું તેમાં પણ ઉપર જણાવ્યાં તે જ કારણો હતાં, છતાં પ્રા. ભા. ના લેખક ત્રીજા ભાગની પ્રસ્તાવનાની નોટમાં લખે છે કેતેમાં કાંઈ ગંદી રમત રમાતી હશે...”
હૃદયની આટલી બધી ઉદારતા (?) ઉભરાવી ન હતી તે વધારે સારું ન હતું ? પુસ્તક લખવામાં કે છાપવામાં ગંદી રમત શી હશે તે તે આક્ષેપ કરનાર લેખક જ જાણું શકે.
પરંતુ ઈતિહાસની હકીકત એ કાંઈ દવા dispense કરવા જેવું તે નથી કે ગમે તે–સારી નરસી-દવા ગમે તેમાં ભેળવી દેવી અને મૂર્ખ-અજ્ઞાન દદ patients કે ગ્રાહકોને સમજાવી પટાવી–ભરમાવી પૈસા કમાવાના હેય. પુસ્તકમાં જે સેળભેળ ને ગોળમાળ કરવામાં આવી છે તે આવી ટેવને તો આભારી નથી ને !
ઇતિહાસમાં તો હકીકતો જે બની હોય તેને તેના મૂળ સ્વરૂપમાં મૂક્વાની હેય છે. એક ને એક બે જેવી સત્ય ને સચોટ હકીકતો તેમાં રજૂ કરવાની હોય છે. તેમાં ફારફેર હોય કે શોધખોળથી તેમ સાબિત થાય તો તે કોઈ પણ ઇતિહાસપ્રેમીને સ્વીકારવામાં સંકોચ ન થાય. આ પાણીના રંગ જેવો નિર્મળ ઈતિહાસનો વિષય છે છતાં તેમાં ગંદી રમત હેવાનું ક૯પી લેવું એ કેટલું બધું શોચનીય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com