________________
સૂઝી આવશે. જે આટલું થયું તે પ્રયત્નની સફળતા છે, અને એ જ એની કીમતની ખરી વસુલાત છે.
જે જે વાચક સમજદાર હોય, તે દરેકને આટલું નિવેદન તો વધારે પડતું નહિ જ લાગે કે, તેમણે બે કામ મુખ્ય કરવાં. પહેલું એ કે જેમ બને તેમ વધારે વાંચનારાઓના હાથમાં પુરતક પહોંચાડવું અને બીજું એ કે, જેઓ ઓછું સમજતા હોય, તેમને પિતાની સમજને લાભ આપી, આ પુસ્તક વાંચવામાં રસ લેતા કરવા.
આ કથન પુરું કરીએ તે પહેલાં એટલું જણાવી દેવું યોગ્ય છે કે આ આખી વ્યાખ્યાનમાળા રાષ્ટ્રીયદૃષ્ટિથી યોજાએલી છે. અત્યારે દેશમાં નવું ભેજું પ્રગટયું છે. એમાં ભાગ ન લેવો અને દેશની આબાદીની આશા રાખવી એ વ્યર્થ છે. એમાં ભાગ ન લેનાર દેશમાં માનપૂર્વક જીવી ન શકે. એક બાજુ એવી વસ્તુસ્થિતિ છે; અને બીજી બાજુ સમાજનું મુખ્ય બળ જે ધર્મગુરુઓ-તે પિતાની બધી શક્તિઓ લગભગ વેડફી રહ્યા છે. જાણે કે કલેશ કંકાસ અને તકરાર વિવાદમાં જ તેમજ શાસ્ત્રાર્થો અને ચેલેજબાઓમાં જ ઘર્મને વિકાસ થતો હોય તેમ પ્રવૃત્તિ મેર થઈ રહી છે. એક રીતે ધમબળ અધર્મમાં ખર્ચાઈ રહ્યું છે. એવે ટાણે આ બળ ઉપયોગ રાષ્ટ્રીય શુભ પ્રવૃત્તિમાં થવા પામે તો કલેશ કંકાસ વિરમે અને સાથે સાથે દેશસેવા પણ થાય. એવો દૃષ્ટિથી ધાર્મિક તત્ત્વોને વ્યવહારૂ ઉપયોગ સૂચવવા માટે આ વ્યાખ્યાનમાળા ગોઠવાએલી છે. આટલું ધ્યાનમાં રાખી વાચકે વાંચે એવી તેમના પ્રત્યે વિનંતિ છે.
ગૂજરાત પુરાતત્ત્વ મંદિર સુખલાલ સંઘવી અને ધનતેરસ ૧૯૮૬
| બેચરદાસ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org