________________
આ જ પ્રમાણે ૧૯૮૪ ના પજુસણમાં જુદા જુદા વક્તાઓ દ્વારા અપાયેલાં પ્રવચન સંગ્રહ સુદ્યોષા માસિકમાં બહાર પડેલો. તે વખતે જોઇતી શુદ્ધિ સચવાઈ શકી ન હતી. આ વખતે તે સાચવવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં ત્રુટિ રહેવાને દરેક સંભવ છે. એને સુધારી દરેક જણ વાંચે એવી આશા વધારે પડતી ન કહેવાય.
આ પુસ્તકની એક સામટી અમુક અમુક નકલ ખરીદી લેનાર મિત્રો કે જિજ્ઞાસુઓનાં નામ જાણીને જ નથી આપ્યાં કારણ કે એ મિત્રો માત્ર કાર્યાથી છે—નામાથી નથી. વળી એવી નામનાનું વાતાવરણ ઉભું કરવાને કશો અર્થ પણ નથી. તેમણે ચાર ચાર આનામાં જથ્થાબંધ નકલ લીધી છે, તેને લાભ તેઓ બીજાને આપવાના છે.
આ પુસ્તકનાં મુફ જેવા અને પ્રેસને લગતું બીજું કામ કરવામાં ભાઈ શંભુલાલ જોશીએ સ્વયંસેવાવૃત્તિથી જ મદદ આપી છે. બીજા પણ મિત્રોએ માગણું પ્રમાણે આ કાર્યમાં મદદ આપી છે. આનો લાભ વાચકને જ છે. તેથી બધા વાચકે તરફથી એ મિત્રોનો આભાર માનીએ તો, તેમાં બધા સંમત જ થશે.
વાચકને છેવટે એટલું જ કહેવાનું છે કે, તેઓ આ પુસ્તક આખું વાંચે, તે ઉપર વિચાર કરે. જ્યાં તેમને પૂછવા જેવું દેખાય ત્યાં બીજા સમજદારને પૂછે, અગર અમને મળી પૂછે. કઠણ લાગે, લાંબુ લાગે તો તેથી ન ગભરાય. આપણું સમાજમાં વિચારક શક્તિની ઉણપ છે. તેથી સહેજ ઉંડાણું હોય, ઝીણવટ હોય ત્યારે લેકે ગભરાઈ જાય છે. વળી સમાજમાં ભારે રૂઢિચુસ્તતા છે, એટલે કાંઈ નવા જેવું દેખાય તો લોકો ગભરાય છે. પણ એ છીછરાપણું સંકુચિતપણું અને બીકણપણું દૂર કરવા ખાતર જ આ વિચારસરણું છે, એટલે જે વાચકે ધીરજથી વાંચશે તે તેમને આમાંથી ઘણું જાણવાનું મળી આવશે, અથવા તો અનુકૂળ કે પ્રતિકૂળ ઘણું નવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org