________________
શહેરમાં, આવા પ્રસંગે માટે માગણું થવાની, અને એ રીતે વિચાર કેળવાવાના, વિકસવાના, નકામા બંધને ખરી પડવાનાં, ભય અને શંકાનાં મૂળ ઉખડી જવાનાં, અને જે દીર્ધદર્શિપણું નહિ હોય તો એની વલે જૂની રીત જેવી જ થવાની.
આ નવીન પ્રસંગમાં બીનજવાબદારીનું તત્ત્વ દાખલ ન થાય તેટલા માટે એક ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, અને તે એ કે દરેક વક્તા, જે બોલે તે લખી રાખે, અને લખેલું સભાને સેપે. આમ કરવાના બે હેતુઓ મુખ્ય છે. એક તો એ કે દરેક બોલનાર પહેલેથી ખુબ વિચાર કરી લે, અને તૈયારી કરી શકે. બીજે હેતુ એ છે કે, એક સ્થળે અને એક પ્રસંગે બોલાયેલું, જે લખેલું હોય તે, છપાઈને અનેક જણના હાથમાં પહોંચે, અને તે રીતે તેના ઉપર બીજાઓને વિચાર કરવાની તક મળે. તેમાં ખામી હોય તે, બીજાઓ દર્શાવે, અને કાંઈ ગુણ હોય છે, તેને અપનાવી બીજાઓ વિકાસ કરે.
આ ધારણ પ્રમાણે, આ સાલનાં પજુસણમાં અપાયેલાં ઘણુંખરાં ભાષણો લગભગ લખાયેલાં હતાં. એ બધાં ભાષણોનો સંગ્રહ બહાર પાડવાની ઈચ્છા પણ પજુસણમાં જ થઈ હતી. આ ઈચ્છા શ્રોતાઓએ વધાવી, અને તેને પરિણામે આ સંગ્રહ બહાર પડે છે.
કેટલાક કારણસર, ખાસ કરી કદ વધી જવાના અને પ્રસિદ્ધિમાં મેડું થવાના કારણસર, કેટલાંક ભાષણે, આ સંગ્રહમાં છાપવામાં નથી આવ્યાં. પંડિત લાલને લગભગ બધા જ વિષયો ઉપર લખી આપ્યું છે તેમ છતાં તેમનું એક જ ભાષણ અહીં લીધું છે. અધ્યાપક રસિકલાલ પરીખ અને અધ્યાપક મગનલાલ દેસાઈનાં ભાષણે હજી મેળવ્યાં જ નથી. એજ્યુકેશનલ ઇન્સપેકટર ગટલાલ ધ્રુવનું વક્તવ્ય બહુ જ મેડું મળવાથી તેને અલ્પાંશ જ અહીં આપે છે. શ્રીમતી સો. સરલાબહેન અંબાલાલ અને શ્રીમતી મતીબહેન જીવરાજનાં વક્તવ્ય પણ હજી મેળવ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org