________________
ત્યારે સત્ય એટલે શું, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર ભગવાન મહાવીરે પિતાના જીવનથી આપ્યું છે. એમણે પોતાના જીવનમાં સત્ય દાખલ કરી, અનેક ઘટતા બાહ્ય ફેરફાર કર્યા છે, અને પાછળના સજીવ અનુગામીઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે વર્તવાનું કહી, તેમણે આપણા માટે પરિવર્તનને ધોરી માર્ગ પણ ખુલ્લું મૂક્યું છે. અલબત આ પરિવર્તનમાં એક ધ્રુવદષ્ટિ હોવી જોઈએ, અને તે એ કે ધર્મતનો જીવંત અને વ્યવહાર ઉપયોગ કરવો. આ દષ્ટિથી જ પજુસણમાં આ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. ભૂલ હશે, અપૂર્ણતા હશે તો જિજ્ઞાસા અને નમ્રતાને લીધે સુધરશે; પણ મૂંગે મોડે ચુપ બેસી રહી જિજ્ઞાસા અને બુદ્ધિને ગૂંગળાવી મારવાથી તો ધ્રુવ સત્ય જ દબાઈ જશે. એટલા માટે સદ્દવૃત્તિ અને સદ્દબુદ્ધિથી, ધ્રુવ સત્યને કાયમ રાખી, આ ઘટતો ફેરફાર શરૂ કર્યો છે.
૧૯૮૨ના પજુસણમાં માત્ર બે ચાર મિત્રો વચ્ચે, કેટલાંક ધાર્મિક તો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ લગી એ ચર્ચા પજુસણમાં આગળ વધી. ક્રમે ક્રમે જિજ્ઞાસુવર્ગ વધતો ગયો, અને ખાસ હીલચાલ નહિ કર્યા છતાં પણ જણાયું કે, આવા પ્રકારનો જિજ્ઞાસુવર્ગ બહુ મટે છે. ધર્મતને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ છે કે નહિ ? થઈ શકતો હોય તે કેવી કેવી રીતે? કયું કયું ધાર્મિક તત્ત્વ, કેવી કેવી રીતે વ્યવહારૂ બની શકે? હજારો વર્ષને ધાર્મિક વારસે માત્ર કલહનું કારણ ન રહી, સુખ અને શાંતિ કેવી રીતે આપી શકે ? આવા પ્રશ્નો વ્યાજબી છે. તેનો ખુલાસો ન કરવામાં બુદ્ધિની અને છેવટે સમાજની હત્યા છે, એમ જણાયાથી જ આ વર્ષે, આટલી જાહેર રીતે, પજુસણને આ પ્રસંગ ગોઠવવામાં આવ્યો છે.
આજ તે આ રીતે માત્ર અમદાવાદમાં શરૂ થઈ છે, પણ જે એમાં સત્યદષ્ટિ અને સમયસૂચકતા હશે, તો થોડા જ દિવસોમાં એ રીત વ્યાપક થઈ જવાની, અને ગામોગામ નહિ તો, છેવટે દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org