Book Title: Paryushan Parvana Vyakhyano Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Sukhlalji Sanghavi View full book textPage 8
________________ પ્રાસ્તાવિક ક્યાં તો ઉપાશ્રયો અને કયાં આ પ્રેમાભાઈ હોલ જેવી જાહેર જગ્યાએ. ક્યાં પાટ ઉપર બેસી, હાથમાં પોથી લઈ વાંચનાર ધર્મગુરુઓ, તેમાંય ખાસ કરી પુરુષ સાધુ જ; અને ક્યાં ઉભા રહી હેડેથી જ બોલનાર ગૃહસ્થો, અને તેમાંય બહેને અને ભાઈઓ બંને. ક્યાં કલાકના કલાક સુધી ભોંય ઉપર બેસી જરા પણ તર્ક કે શંકા કર્યા વિના મુંગે મોડે સાંભળનાર શ્રાવકવર્ગ, અને ક્યાં આ ખુરશી પર બેસનાર, તર્કવિતર્ક કરવાની છુટ ભોગવનાર આ શ્રોતા ગણ કયાં એક જ ઢબે અને એક જ ભાષામાં વંચાતા કલ્પસૂત્રના પાઠ તેમજ તેનાં ભાષાંતર અને ક્યાં ખાસ ખાસ મુદ્દા ઉપર જરા પણ બંધન વિના થતી આ ચર્ચાએ. આ પ્રમાણે એક બાજુ જૂનું અને બીજી બાજુ નવું જ્યારે કઈ જુએ, ખાસ કરી પજુસણુના દિવસોમાં જુએ, ત્યારે તેને એવા પ્રશ્નો જરુર થવાના કે આ બધે ફેરફાર શા માટે, તેનું શું પરિણામ, તે ફેરફાર કરવામાં ન આવે તો શું બગડે છે ? આ પ્રશ્નોનો ઉત્તર આજનો જમાનો આપી રહ્યો છે. આજના કેળવાયેલા કે બીન કેળવાયલા, પણ જિજ્ઞાસુ અને સ્વતંત્રપણે વિચાર કરવા અને સાંભળવાની છુટ લેવા ઇચ્છનાર, તરુણે કે વૃદ્ધો દિવસે દિવસે ધર્મસ્થાને છોડતા જાય છે અથવા તો ત્યાં જવાનું ઓછું કરી દે છે. પરિણામે તેમની સામે કશું જ ધ્યેય રહેતું નથી. તેમની વૃત્તિ જાણવા, તેમના પ્રશ્નોનું સમભાવે અને ઉદારતાથી નિરાકરણ કરવા, તેમને તર્કવિતર્ક અને શંકા કરવાની પૂરી છુટ આપવા, તેમજ દેશકાળની પરિસ્થિતિને વિચાર કરવા જે ધર્મગુરુઓ તૈયાર હેય, તે તો આ બહાર દેખાતો ફેરફાર તેમના ધર્મસ્થાનોમાં જ થાય અને આપણો બોજો. એટલે અંશે ઓછો થાય. પણ હજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186