Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
A
6
© = પરમ આનંદનું મંગલ દ્વાર) 2 yજજ છે
(જૈન ધ્યાન) પ્રસ્તાવના અનાદિકાળથી જીવ દુઃખદર્દથી પીડાતો-પીડાતો સંસારચક્રમાં ભટકી રહ્યો છે. મૂળભૂતરૂપે જીવ શુદ્ધ, બુદ્ધ છે. અનંતસુખનો અને અનંતજ્ઞાનનો તે માલિક છે. છતાં કર્મના કારણે જીવની પાસે સંસારમાં ન તો સુખ છે, ન તો તેવા પ્રકારનું જ્ઞાન, કર્મબંધનું કોઇ મૂળ કારણ હોય તો તે છે-રાગદ્વેષગ્રસ્ત આત્મપરિણતિ મતલબ કે જીવની રાગ-દ્વેષથી યુક્ત પરિણતિને કારણે સતત કર્મ બંધાયા જ કરે છે અને પરિણામે સંસાર અટકતો નથી. વર્તમાનજીવન ઉપર નજર કરશો તો એક વાતનો સ્પષ્ટ ખ્યાલ આવશે કે લગભગ દરેક પ્રવૃત્તિમાં રાગ-દ્વેષ ભળેલા હોય છે અને આ રાગ-દ્વેષનું ઉદ્ગમસ્થાન છેમન. જો જીવ મનોનિગ્રહ કરી શકે તો જીવના રાગ-દ્વેષમાં મહત્તમ ઘટાડો તુરંતમાં જ દેખાય. એટલે જ શાસ્ત્રકારોએ મનોનિગ્રહ ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. મનને કાબૂમાં રાખવું યોગીઓ માટે પણ દુષ્કર છે. “મનની જીતે જીતવું ને મનની હારે હાર' આ વાત એકદમ ટંકશાળી છે. ધ્યાન એટલે શું ?
મનને એકાગ્ર કરવું એટલે જ ધ્યાન. મનને એકાગ્ર તો ઘણી વાર ક્યું છે. પણ, દુર્ભાગ્ય એટલું જ છે કે ખોટી જગ્યાએ મન તુરંત એકાગ્ર થઇ જાય છે. સારા આલંબનમાં જ મનને એકાગ્ર કરવું મુશ્કેલ છે. ટી.વી, પીક્સરમાં જે એકાગ્રતા, જે તલ્લીનતા ટી.વી. ના રસિયા જીવને અનુભવાય છે તે જ તલ્લીનતા નવકારમાં, પ્રભુની મૂર્તિમાં અનુભવાય તો સમજવું કે સાચું ધ્યાન આવવા લાગ્યું છે. માત્ર મનને જ સ્થિર કરો તે ધ્યાન એવું નથી. પણ ધ્યાનનો અર્થ વ્યાપક રીતે ફેલાયેલો છે. માટે, વચન અને કાયાની સ્થિરતાને પણ ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. માટે, યોગની, મનોયોગ-વચનયોગ
પરમ આનંદનું મંગલ દ્વાર

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86