________________
णमो अरिहंताणं णमो सिद्धाणं
णमो आयरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं एसो पंच णमुक्कारो
सव्व पावप्पणासणो
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं
આજ્ઞાચક્રમાં ૬૮ અક્ષરોની આકૃતિ ઉપસાવવાનો પ્રયત્ન કરવાનો અને એમની કૃપાનો ધોધ આપણા ઉપર વરસતો રહે તેવી પ્રાર્થના-ભાવનાધારણા કરવાની. પાંચ સેકન્ડ શ્વાસ લેતાં-લેતાં 'ન′ ને મનમાં બોલતાં બોલતાં તેવાં સ્ફટિકમય વર્ણને કપાળના ભાગમાં ઉપસાવવાનો પ્રયત્ન કરવો. ત્યાર બાદ પાંચ સેકન્ડ ઉચ્છ્વાસ છોડતા છોડતાં `મો' ને મનમાં બોલતાં બોલતાં તેવા સ્ફટિકમય વર્ણને કપાળના ભાગમાં ઉપસાવવાનો પ્રયત્ન કરવી.
આ રીતે શ્વાસના આરોહ-અવરોહ સાથે પાંચ-પાંચ સેકન્ડ જેટલા સમય નવકારના એક-એક અક્ષરને મનમાં બોલતાં બોલતાં સ્ફટિકમય તેજસ્વી અક્ષરોની સમ્યધારણા કરવા પ્રયત્ન કરવો. મનની એકાગ્રતા અને શાંતિનો અનુભવ થતો જાય છે.
પરમઆનંદનું મંગલ દ્વાર
૩૫