________________
(F) પાંચ ચક્રમાં ઉપર જણાવ્યા મુજબ તે તે ભગવાનની આરાધના ર્યા બાદ આજ્ઞાચક્રના જાગરણ અને શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરીએ. આજ્ઞાચક્રમાં કેન્દ્રમાં લખેલ છે. ત્યાં તેનો જાપ કરવાથી ફેંકાર મંત્રબીજની સિદ્ધિ થાય છે તથા ૐકારમાં પ્રતિષ્ઠિત પંચપરમેષ્ઠીનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. આજ્ઞાચક્રના કેન્દ્રમાં સોળમાં શાન્તિનાથ ભગવાન બિરાજે છે. તેમની શાસન અધિષ્ઠાયિકા નિર્વાણદેવી તેમની સેવામાં ત્યાં બિરાજે છે-તેવી ભાવના કરવી. શ્રી શાન્તિનાથાય નમ:' આ મંત્રનો આજ્ઞાચક્રમાં જાપ કરવાથી શાંતિનાથ પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તેમનો સેવક બુધ નામનો ગ્રહ છે. શાંતિનાથ પ્રભુની ઉપાસનાથી બુધ ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે તથા ધ્યાન સાધનામાં બમણો ઉત્સાહ પૂરો પાડે છે. એકાગ્રચિત્તે આજ્ઞાચક્રમાં શ્રી શાંતિનાથાય નમ:' આવા સ્ફટિકમય મંત્રાક્ષરોનું અવલોકન કરવાથી નામનિક્ષેપના માધ્યમે શાંતિનાથ પરમાત્માનું પદસ્થ ધ્યાન થાય છે તથા સમોસરણમાં બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાનનું આજ્ઞાચક્રમાં ધ્યાન કરવાથી તેમનું રૂપસ્થ ધ્યાન સાધી શકાય છે. તેનાથી સાધકનું મન શાંત, પ્રશાંત, ઉપશાંત બને છે.
- હઠયોગ દ્વારા જો આજ્ઞાચક્ર વધુ પડતું સક્રિય થાય અને બેકાબૂ બને તો માણસ બેભાન થાય, વિકૃત ચેષ્ટાઓ કરે, ઉન્માદી બને... ઇત્યાદિ રીએકશન આવી શકે છે. પરંતુ આપણે જે રાજયોગના માધ્યમે અહીં ષચક્રના જાગરણ વગેરે માટે પ્રયત્ન કરીએ છીએ તેમાં ઉપરોક્ત સમસ્યાને અવકાશ નથી. શાંત ચિત્તે નમ:'નો જાપ અને શ્રી શાંતિનાથાય નમ:'નો જાપ તથા પદસ્થ ધ્યાન કરવાથી આજ્ઞાચક્ર સમ્યક્ પ્રમાણમાં સક્રિય અને શુદ્ધ બને છે. તથા આજ્ઞાચક્રમાં રહેલ કાર જાગૃત થાય તો બાકીના પાંચ ચક્રો ઝડપથી શુદ્ધ થાય છે.
(G) મગજના સ્થાનમાં બ્રહ્મરંધ્રના નીચેના ભાગમાં શૂન્યચક્ર આવેલ છે. તેમાં પરિપૂર્ણપણે ખીલેલ અધોમુખી સહસ્ત્રદલ કમલ આવેલ છે. તેના કેન્દ્રમાં પદ્મપ્રભસ્વામી બિરાજે છે. શાસન અધિષ્ઠાયિકા અય્યતાદેવી તેમની સેવામાં ત્યાં બિરાજે તેવી ભાવના કરવી છે. પમપ્રભસ્વામી સૂર્યસ્વરના, અગ્નિતત્ત્વના અને સૂર્યગ્રહના સ્વામી છે. જ્યારે આધ્યાત્મિક ઊર્જા ખૂટે ત્યારે સાધક હાલતાં-ચાલતાં, જાગતાં-સૂતાં શૂન્યમનસ્ક બને છે. સાધકનું મન નીરસ અને વિરસ બને છે. ત્યારે શૂન્યચક્રમાં પદ્મપ્રભસ્વામી ભગવાનની આ પામસ્વામિને નમ:' આ જાપ દ્વારા ઉપાસના કરવાથી સહસ્ત્રદલ કમલપરમ આનંદનું મંગલ દ્વાર – ૧૧ –