Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 69
________________ થાય છે. નેમિનાથ ભગવાનનો સેવક રાહુ નામનો ગ્રહ છે. નેમિનાથ ભગવાનની ઉપાસનાથી રાહુ ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે. તથા સાધકને મલિન ઉપદ્રવોમાંથી તથા અનેક પ્રકારની આંટીઘૂંટીમાંથી બહાર કાઢી સાધકની સુરક્ષા કરે છે. સાધકને વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવામાં નેમિનાથ ભગવાનની ઉપાસના વિશિષ્ટ સહાય કરે છે. શાંત ચિત્તે 'શ્રી નેમિનાથાય નમ:' આ અક્ષરોનું એકાગ્ર ચિત્તે અનાહતચક્રમાં અવલોકન કરવાથી નામનિક્ષેપના માધ્યમે નેમિનાથ ભગવાનનું પદસ્થ ધ્યાન થાય છે. સમોસરણમાં બિરાજમાન નેમિનાથ પરમાત્માનું અનાહતચક્રમાં ધ્યાન કરવાથી તેમનું રૂપસ્થ ધ્યાન સાધી શકાય છે. અનાહતચક્રમાં આવેલ મૈં વાયુબીજને સક્રિય તથા શુદ્ધ ક૨વા `એઁ નમઃ’ નો જાપ કરી શકાય, વાયુ તત્ત્વ શુદ્ધ અને સમર્થ બને તો સાધકને ધ્યાન દરમ્યાન નિદ્રા, તંદ્રા, ઝોકાં, આળસ, બગાસાં વગેરે નડતા નથી તથા ધ્યાનમાં મન સ્થિર થાય છે. (E) વિશુદ્ધિચક્રમાં કમળના કેન્દ્રમાં આકાશતત્ત્વના સ્વામી આઠમા ચંદ્રપ્રભુ ૫રમાત્મા બિરાજમાન છે. તેમની શાસનદેવી જ્વાલામાલિની દેવી તેમની સેવામાં ત્યાં બિરાજે છે-તેવી ભાવના કરવી. 'શ્રી ચંદ્રપ્રમસ્વામિને નમ:' આ મંત્રનો જાપ વિશુદ્ધિચક્રમાં કરવાથી ચંદ્રપ્રભસ્વામીની કૃપા પ્રાપ્ત થાય છે. તેમનો સેવક ચંદ્ર નામનો ગ્રહ છે. ચંદ્રપ્રભસ્વામીની ઉપાસનાથી ચંદ્ર ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે તથા ધ્યાન સાધનાના ઊંડાણમાં જવાનું, તેમાં સ્થિર થવાનું સામર્થ્ય તે સાધકમાં પ્રગટાવે છે. ધ્યાન જગતમાં Broad Castingની સાથે Deep Casting કરવામાં વિશુદ્ધિચક્રની વિશુદ્ધિ મહત્ત્વનો ભાગ ભજવે છે. 'મૈં નમઃ’ દ્વારા વિશુદ્ધિચક્રમાં આકાશતત્ત્વનો જાપ કરવાથી તે શુદ્ધ અને સક્રિય થાય છે. શાંત ચિત્તે પ્રસન્ન મુખમુદ્રાએ શ્રી ચંદ્રપ્રમસ્વામિને નમઃ આ અક્ષરોનું એકાગ્રતાથી વિશુદ્ધિચક્રના કેન્દ્રમાં અહોભાવપૂર્વક અવલોકન ક૨વાથી નામનિક્ષેપના માધ્યમે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું પદસ્થ ધ્યાન થાય છે. તથા સમોસરણમાં બિરાજમાન ચંદ્રપ્રભસ્વામીનું વિશુદ્ધિચક્રમાં ધ્યાન ધરવાથી રૂપસ્થ ધ્યાન સાધી શકાય છે. આ રીતે વિશુદ્ધિચક્ર, ચંદ્રપ્રભસ્વામી, જ્વાલામાલિની દેવી, આકાશબીજ હૈં તથા ગ, મ, રૂ...વગેરે માતૃકા વર્ણના ન્યાસ, જાપ, ધ્યાન વગેરેથી સાધક ઉત્તમ વક્તા, કવિ તથા આરોગ્યવાન બને છે. સાધકનું ચિત્ત શાંત અને સ્વસ્થ બને છે. ૫૦ જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86