Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 78
________________ નથી પડવું. હવે આપનો વિરહ સહન નથી થતો. આપનાથી વિદાય નથી લેવી. મારા આંતરિક અસ્તિત્વને અને બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવું છે. તારામાં વિલીન ક૨વું છે. અમે સહુ આપના દાસ છીએ.' આપણે આ રીતે ભગવાનના બે ચરણ પકડી, મસ્તક ઝુકાવી શુદ્ધસાચા ભાવથી પશ્ચાત્તાપના આંસુથી તેમના પગનો અભિષેક કરીએ છીએ. આપણી આંખમાં પશ્ચાત્તાપના આંસુઓ છે. હૃદયથી જીવનના પાપોનો એકરાર કરીએ, મનથી ભવ આલોચના કરીએ, મોટા પાપો યાદ કરીએ, ભૂલોનો એકરાર કરીએ, સ્વ-જાતની નિંદા-ગર્હા કરીએ. ‘ઓ ભગવાન ! ઉગારો'-એવા ભાવ સાથે ભગવાનના ચરણમાં મસ્તક ટેકવી Confession કરીએ. ‘ઓ વ્હાલા પ્રભુ ! જે પવિત્ર ચીજ તેં મને આપી એ બધી ચીજને મેં નિર્લજ્જ બનીને અભડાવી, જીવનની ચાદર કોલસા જેવી કાળીમેશ કરી, મનને મસોતા જેવું મલિન ર્યું. મને માફ કર. બાળકભાવે આલોચના કરવા, આત્માની વિશુદ્ધિ કરવા તથા જીવન સોંપવા આવ્યો છું. મારે કંઇ જ જોઇતું નથી. પાત્રતા કરતાં ઘણું વધુ તે આપ્યું છે. હવે તારી પાસે માંગવા નહીં પણ મારી જાતને સોંપવા આવ્યો છું.’ ‘હું આપની થાપણ છું. આપ માલિક છો. અમને સ્વીકારો. જેવા છીએ તેવા આપ અમને સ્વીકારો. આપ અમારી માતા છો. અમે નાદાન છીએ. આપની આજ્ઞા જાણી-બુઝીને કચડી છે. આપની સામે માથું ઉંચક્યું છે. બહારવટિયાની જેમ બળવો ર્યો, આપની સામે જંગે ચઢ્યો. મને માફ કરો. ભગવાન ! અમે આપના અપરાધી છતાં પણ આપના જ બાળક છીએ. હવે માથું ઉંચકવા નહીં પણ માથું-મન-જીવન સોંપવા આવ્યા છીએ. બળવો કરવા નહીં પણ આપનામાં અભેદભાવે ભળવા આવ્યા છીએ. આપ અમને સ્વીકારો.' આ પશ્ચાત્તાપના પરિણામ સાથે આપણે ભગવાનના ચરણમાં બેઠાં છીએ. ભગવાન વાત્સલ્યથી અને કરુણાથી જમણો હાથ આપણા મસ્તક ઉ૫૨ ફેરવે છે. આપણને અત્યંત શીતળતા અનુભવાય છે. ભગવાન વીતરાગી વાત્સલ્યથી આપણું માથું ઊંચું કરી, આપણા ૫૨ અમીવૃષ્ટિ કરે છે. તેઓ વાત્સલ્યથી આપણા માથે હાથ ફેરવે છે અને પ્રસન્નવદને કહે છે-‘ફરીથી આવું ન કરતો, માનવભવ સાર્થક કરજે, શ્રમણસંઘમાં પરમઆનંદનું મંગલ દ્વાર ૫૯

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86