________________
શાંત ચિત્ત, પ્રસન્ન મુખમુદ્રા, તમામ પ્રકારની ચંચળતા છોડી શાંત બની સોડહં ના લયમાં ખોવાઇ જઇએ. હવે સોડહં શબ્દને પણ છોડીને નાસાગ્ર ભાગે ધ્યાન કેન્દ્રિત કરીએ, શબ્દ, રટણ, સ્મરણ પણ એક વિકલ્પ છે. તેને પણ આપણે છોડવાનો છે.
સિદ્ધાણં' માં બહુવચન છે. અનંતા સિદ્ધોને નમન. “સિદ્ધ’ એકવચન છે. આના દ્વારા જેમણે મને બહાર કાઢ્યો તેને હું યાદ કરું છું. હું સિદ્ધશિલાએ પહોચું ત્યારે તે સિદ્ધ ભગવંતનો બદલો વાળી શકું, ઋણ ઉતારી શકું. હું એક છું પણ અનેક સ્વરૂપે રહેલા અનંત સિદ્ધો સાથે અભેદભાવે પરિણમી રહ્યો છું. આમ વિચારતાં વિચારતા જ્યોત જ્વાળા બને, ધ્યાનનો અગ્નિ પ્રગટે, આઠ કર્મ બળે, રાગાદિ વિકલ્પના તરંગો શમી જાય છે. નિસ્તરંગ નિજતત્ત્વ અનુભવાય છે.
નિસ્તરંગ નિજતત્વ
તિર : તિ
ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ |
વિશ્રામ |
પરમ આનંદનું મંગલ દ્વારા
૬૩.