Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 80
________________ શું રૂપાતીત ધ્યાના . કરોડરજ્જુ સીધી, હોઠ બીડાયેલા, જીભ તાળવાને અડેલી, દાંત એકબીજાને અડે નહીં, આંખ બંધ, બન્ને હાથ ચૈતન્યમુદ્રામાં ઢીંચણ ઉપર રાખી, શાંત ચિત્ત પ્રસન્ન મુખમુદ્રાથી આજ્ઞાચક્રમાં ઉપયોગને સ્થિર કરી ધીમી ગતિએ ત્રણ-ચાર ઊંડા શ્વાસ લેવા. આપણા બ્રહ્મરંધ્રમાંથી અનંતા સિદ્ધભગવંતની લાલવર્ણની ઊર્જા અંદરમાં પ્રવેશ કરી સમગ્ર સુષુણ્ણા નાડીમાં, પર્યક્રમાં ફેલાઇને શરીરમાં ધીમે ધીમે આગળ વધતી તે ઊર્જા દારિક શરીર, પાંચ ઇન્દ્રિય, મન, કાર્મણ શરીરમાં વ્યાપ્ત થઈ રહેલ છે. આગળ વધીને એક એક આત્મપ્રદેશમાં સિદ્ધભગવંતની ઊર્જા પ્રતિષ્ઠિત થઇ ચુકેલ છે. આત્મપ્રદેશમાં રહેલ લાલ વર્ણના અત્યંત તેજસ્વી સિદ્ધભગવાનના દર્શન કરીએ છીએ. આપણા ખોવાઇ ગયેલ, ભૂલાઇ ચૂકેલ સિદ્ધસ્વરૂપના દર્શન કરીએનમો સિદ્ધાણં'-એક એક સિદ્ધ ભગવંતને અહોભાવપૂર્વક મનોમન નમન કરીએ. મસ્તકથી માંડીને ઠેઠ નીચેના ભાગ સુધી રહેલા દરેક સિદ્ધભગવંતને વંદન. આજ્ઞાચક્રમાં રહેલા સિદ્ધભગવંતને વંદન. તેની નીચે ગળામાં રહેલ ૧૬ પાંખડીવાળા વિશુદ્ધચક્રસ્વરૂપ કમળમાં રહેલ સિદ્ધને નમસ્કાર, છાતીના ભાગમાં રહેલ, આસપાસમાં રહેલ દરેક સિદ્ધભગવંતને નમસ્કાર. નીચે નાભિના ભાગમાં રહેલ મણિપુરચક્ર અને તેની આસપાસમાં રહેલ લાલ વર્ણના અત્યંત તેજસ્વી સિદ્ધભગવંતને પ્રણામ. સ્વાધિષ્ઠાન ચક્રની આસપાસમાં રહેલ સિદ્ધ પ્રભુને વંદન. મૂલાધાર ચક્ર, પગ, સાથળ, પગનું તળિયું વગેરે તમામે ભાગમાં લાલવર્ણની ઊર્જા સ્વરૂપે પધારેલા અનંતા સિદ્ધભગવંતોને પ્રણામ, આપણા હાથમાં, આંગળીના ટેરવામાં, સર્વ ઠેકાણે રહેલા તમામ સિદ્ધભગવંતને નમસ્કાર. બધા આત્મપ્રદેશમાં રહેલા બધા સિદ્ધભગવંતો એકસરખા છે. અનંતા સિદ્ધભગવંત વચ્ચે હૃદયના ભાગમાં એક તેજસ્વી જ્યોતમાં ઝળહળતા એક સિદ્ધભગવંતના દર્શન થાય છે. જેમણે નિગોદમાંથી આપણને બહાર કાઢ્યા તેમને ઉદ્દેશીને “નમઃ સિદ્ધ' નો જાપ કરવો. પરમ આનંદનું મંગલ ધાર – ૬૧ -

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86