________________
આવજે, મોહની ભૂલામણીમાં ન અટવાતો.'
‘વત્સ ! રાગ-દ્વેષથી, કામ-ક્રોધથી, વાસના-લાલસાથી કદાપિ કોઇની પણ ચિત્તવૃત્તિ શાંત થતી નથી. પાપ-તાપ-સંતાપનો માર્ગ છોડી રત્નત્રયીનું સત્ત્વ ઉછાળી સિદ્ધશિલામાં વહેલી તકે ગોઠવાઇ જા.'
આપણું માથું ભગવાનના ઘૂંટણ ઉપર પસ્તાવા સાથે તથા આંસુ સાથે રહેલું છે. ભગવાન આપણને સ્વીકારે છે. તેનો આનંદ છે. આપણે ફરીથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ‘ઓ અરિહંત ! હવે કાયમી ધોરણે આપને સોંપાઇ જવું છે, આપનામાં સમાઇ જવું છે, આપનાથી વિખૂટા પડવું નથી, મારૂં સર્વસ્વ ન્યોચ્છાવર કરવું છે.’
ભગવાન કહે છે-‘વત્સ ! શરણાગતિ અને સમર્પણ દ્વારા તું મને સોંપાયો છે. હું તારો સ્વીકાર કરું છું, હું તારી રક્ષા કરીશ. તને જે આ શરીર આપ્યું છે, તેનો સાધનામાં ઉપયોગ કરજે. શરીરને આજ્ઞાપાલનમાં જોડજે. જે ખૂટે, તે આપવાની મારી જવાબદારી. વત્સ ! હવે તારા સ્થાને જા, પણ મારી આજ્ઞાને પાળવાના લક્ષપૂર્વક જીવન જીવજે.
‘ભરતક્ષેત્રમાંથી ફરી મારી પાસે આવવા માટે જીવન જીવજે, મારો સંદેશો આત્મસાત્ કરજે, પંચપરમેષ્ઠીને તારું જીવન બનાવજે. પછી તારા મોક્ષની જવાબદારી મારી. તને વિદાય આપું છું. દિવ્ય જીવન જીવવાની તક આપું છું. મારાથી તને વિખૂટો નથી પાડતો. આજ્ઞાપાલન, ભક્તિ, વૈરાગ્ય, ભાવના માર્ગ, જાપ, ધ્યાન, કાઉસ્સગ, તપ-ત્યાગનો મહાયાત્રી બનજે, અને ઝડપથી મારી પાસે આવી સિદ્ધશિલામાં પ્રતિષ્ઠિત થજે.'
સીમંધરસ્વામી ભગવાન આશિષ આપે છે. ધીમે-ધીમે સમવસરણ અદૃશ્ય થઇ રહ્યું છે. દિવ્ય તેજ સંકેલાઇ રહ્યું છે, ટપકું નાસાગ્રના ભાગે દેખાય છે. ભગવાનના આર્શીવાદ-ઊર્જા લઇ, અંતરાય વિખેરી, સત્ત્વપૂર્વક ભાવ
નાભાવિત હૃદયથી સંકલ્પ કરીને આપણે સ્વસ્થાને આવીએ છીએ.
આ રીતે ભગવાનની કૃપાથી ભગવાનનું મિલન/યાત્રા રોજ કરવાથી સમર્પણ, શ્રદ્ધા, આજ્ઞાપાલનનો પરિણામ જગાડીએ અને પરમાત્મપદને પ્રાપ્ત કરીએ.
૬૦
જૈન ધ્યાન માર્ગ