Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 81
________________ અનાહતચક્રના કેન્દ્રમાં અત્યંત ઝળહળતી જ્યોતિમાં રહેલ ઉપકારી સિદ્ધભગવંતને અહોભાવપૂર્વક નમન, ‘ૐ નમઃસિદ્ધ' આપણા પ્રત્યેક આત્મપ્રદેશમાં રહેલા અનન્તા સિદ્ધસ્વરૂપના દર્શન કરીએ, આપણા જ સ્વરૂપનું આ દર્શન છે. ‘હે સિદ્ધ પ્રભુ ! અમારા ખોવાયેલા સિદ્ધસ્વરૂપના દર્શનનું આપે મને દાન ક્યું ! અનન્ત અનન્ત વંદના'-આ રીતે સિદ્ધોના ચરણે આપણા ભાવની અભિવ્યક્તિ કરવી. હું એક હોવા છતાં દેશ્યમાન આ અનેક સિદ્ધભગવંત રૂપે પરિણમી જાઉં-એવા ભાવથી મારા પ્રત્યેક આત્મપ્રદેશ નિર્મળ થઇ રહેલ છે. રાગ-દ્વેષના કચરા બળી રહેલા છે. હૃદયકમળમાં એક સિદ્ધભગવંતની જ્યોત જ્વાલા સ્વરૂપે વ્યાપ્ત થઇ રહી છે. ભડભડતાં અગ્નિરૂપે જ્વાળા બની ચૂકેલ છે. આ ધ્યાનાગ્નિ આખા શરીરમાં વ્યાપ્ત થાય છે. આપણા શરીરના કચરા બળી રહેલ છે. આત્મામાં રહેલા આઠ કર્મના કચરા બળીને રાખ થઇ રહેલ છે. 'નમો સિદ્ધાળું' 'ૐ નમઃ સિદ્ધ્'ની ઊર્જા આપણા સમગ્ર આત્મપ્રદેશમાં લાલવર્ણરૂપે ફેલાઇ ચુકેલ છે. કર્મના કચરા બળી રહેલ છે. ધીમે ધીમે ધ્યાનાગ્નિ શાંત થઇ રહેલ છે. હૃદયકમળમાં જ્યોત વિલીન થઇ રહેલ છે. પ્રત્યેક આત્મપ્રદેશમાં સિદ્ધાત્મા સમાઇ ચૂકેલા છે. લાલવર્ણમય આપણા સમગ્ર આત્મદેહના દર્શન થાય છે. જે સિદ્ધસ્વરૂપના દર્શન થાય છે. તે જ હું છું. તે હું જ છું. સોડહં નો લય શરૂ થાય છે. સોઽહં...સોઽહં...સોઽહં શ્વાસ લેતા મનમાં ‘સો’ અને શ્વાસ છોડતા ‘હં’ બોલવું. સો – તે” તે જ હું છું, તે હું જ છું. તે હું - હું ધીમા શ્વાસના લય સાથે આ ભાવને ઘૂંટીએ. ૬૨ एकोऽहं बहु स्याम् । જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86