________________
પ્રભુ રોજનો ૨૧ કલાકનો કાયોત્સર્ગ કરતા હતાં, બપોરે ૧૨ થી ૩ નો સમય આહાર, નિહાર અને વિહારનો, બાકીના સમયમાં પોતાને નામાં લીન.
એકાંત, મોન, ધ્યાન અને કાયોત્સર્ગના માધ્યમથી પ્રભુ સ્થિર થતા હતા. આપણે પણ આ જ દિશા મુજબ આંતરિક સાધનામાં આગળ વધવાનું છે.
| શરૂઆતમાં રોજ અડધો કલાક કરવાથી આ માર્ગે ચાલવાનું જ્ઞાન, રુચિ, પુણ્ય, ધીરજ, માનસિક શક્તિ, એકાગ્રતા વગેરે વધે છે, જ્યારે ચેષ્ટા, ચિંતા, સ્મૃતિ, વિકલ્પ, શબ્દ, આકૃતિ છૂટી જાય, શ્વાસ પણ અત્યંત મંદ અને શાંત થાય, સ્થિર થાય તે રૂપાતીત અવસ્થાનું ધ્યાન છે.
પ્રારંભના “સોડહં” લયને પકડીને તથા ત્યારબાદ તે શાબ્દિક લયને પણ છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરવું.
પરમ આનંદનું મંગલ દ્વાર
૬૫