Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 77
________________ દર્શન, ભક્તોની મહેફિલવાળા દરબારના દર્શન થવાથી આંખને ટાઢક, હ્રદયને શાંતિ, આત્મપ્રદેશમાં રૂંવાડે રૂંવાડે અપૂર્વ આનંદની અનુભૂતિ થઇ રહી છે. સમવસરણમાં પાદપીઠ ઉપર ભગવાનનો જમણો પગ છે, આપણે ખલેલ ન પહોંચે તે રીતે ભગવાનના ચરણનો સ્પર્શ કરીએ છીએ આહા...હા... અંદરમાં એક રોમાંચ થાય, માખણ કરતાં પણ મુલાયમ ચરણ, સ્પર્શ સાથે સુગંધ ઉછળે, કરુણા અને મૈત્રી ભાવથી સ્પર્શ મંગલ બને છે. પ્રભુ ! આપના પાવન સ્પર્શથી હું ધન્ય બન્યો, મારો અવતાર સફળ થયો. આવા ભાવોપૂર્વક ભગવાનના જમણા પગે મસ્તકથી સ્પર્શ કરીને ભગવાનને વિનંતી કરીએ કે ‘ઓ અરિહંત ! હું આપના શરણે આવ્યો છું. આપ મારો સ્વીકાર કરો. હું ભૂલ્યો આપને, મારી ચિંતા કરનાર અરિહંતને અનાદિથી ભૂલ્યો, મારો આ અપરાધ માફ કરો. મને સાફ કરો. હું આપના શરણે આવ્યો છું. હું આપનું બાળક છું, નાદાન છું પણ હું બાળક છું. આપ જગતમાતા છો. મારા ગુનાને માફ કરો, મારો સ્વીકાર કરો. આપની વિમલ અને શીતલ છત્રછાયામાં મને રાખો.’ ‘હે જગતમાતા ! આપનાથી વિખૂટો આ બાળક આપને મેળવવાની મહેનત કરવાના બદલે સંસારમાં ભટક્યો, આથડ્યો, વાસનાની અને બાહ્ય સુખસામગ્રીની ભીખ માંગતો રહ્યો. એટલું જ નહિ, પરંતુ હોટલ-ક્લબ-થિયેટરમાં જઇને આડા-અવળા કુંડાળામાં પગ અભડાવ્યા, નિંદારસથી જીભ અને કાન અભડાવ્યા. વિજાતીયના દર્શનથી બન્ને આંખને અભડાવી. ખોટા કામ કરીને હાથને પણ અભડાવ્યા. મને માફ કરો, માફ કરો. હું આપનાથી દૂર ગયો, મેં આપનાથી જુદાઇ રાખી. આ રીતે હું આપનાથી અનાદિથી વિમુખ હતો. હવે આપની કૃપાથી આપની સન્મુખ થયો છું. મારી ભૂલોને માફ કરો, મારો સ્વીકાર કરો. આપના દર્શને મારા હૈયામાં પશ્ચાત્તાપ પ્રગટ્યો છે. મારી આંખો ભીની થાય છે. હૈયું હીબકાં ભરીને રડે છે, કારણ કે મેં ખરેખર આપને ભૂલીને મોટો અપરાધ ર્યો છે. આપની આજ્ઞા રસપૂર્વક કચડી છે. આપના પ્રત્યે દ્વેષ ઉછાળ્યો છે. મને માફ કરો. ‘હે માં ! નાદાન અને પાગલ છું છતાં આપના બાળકને આપ સ્વીકારો, બાળકને સાંભળવામાં, સંભાળવામાં વિલંબ ન કરો. હવે આપનાથી વિખૂટા ૫૮ જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86