________________
ઈ રૂપસ્થ ધ્યાન (સમવસરણ ધ્યાન) સિંહ
પદ્માસનમાં બેસીને આંખો બંધ કરીને નાસાગ્રભાગે લલાટ પર અથવા હૃદય પર તેજસ્વી શ્વેત ઝગમગતું બિંદુ જોવું. તે બિંદુ સ્વયં અરિહંતની ઊર્જા છે. તેમાં ભાવથી સ્થિર થવું અને શ્વાસ નોર્મલ રાખવા, શાંત ચિત્તે-પ્રસન્ન મુખમુદ્રામાં બેસવું અને શ્વાસ સાથે નમો અરિહંતાણં લયમાં સ્થિર થવું.
આંતરદૃષ્ટિ તેજસ્વી બિંદુ પર રાખવી અને ડોક સીધી રાખવી. “હે અરિહંત પરમાત્મા ! પ્રગટ થાઓ, દર્શન આપો, આપના સદેહે દર્શન માટે આંખ તત્પર છે, મન આતુર છે. પ્રભુ ! નિર્મલ દર્શન દીજીએ...”
નાસાગ્ર ભાગ પર દેખાતું તેજસ્વી ટપકું વિસ્તૃત થઇ રહયું છે, મુખના આકા૨ જેટલું વ્યાપક, અત્યંત તેજોમય, શ્વેત પ્રભામય આભામંડળ બને છે. આંતરચક્ષુમાં ઉપસ્થિત એ આભામંડળ ભગવાનનું ભામંડળ છે. તેના કેન્દ્રમાં રત્નજડિત સિંહાસન ઉપર સીમંધર ભગવાન બિરાજે છે. તેમના મુખ ઉપર સૌમ્યતા, મૈત્રી, વાત્સલ્ય, કારુણ્ય વગેરે પવિત્ર ભાવો ઉભરાય છે.
| | | | | | | | કકાણ કે 1માં એક તું જાય
પરમ આનંદનું મંગલ દ્વાર
-
૫૫
-