Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
છતાં અજ્ઞાની જીવો પ્રત્યે હમદર્દી આપના રોમેરોમમાં છવાયેલ છે ! વીતરાગભાવની નિકટ વર્તતી વૈરાગ્ય પરિણતિની પરાકાષ્ઠાએ પહોંચવા છતાં રાગી અને મોહી જીવો પ્રત્યે આપના રૂંવાડે રૂંવાડે દયાભાવ અને કારુણ્યભાવ પ્રતિષ્ઠિત થયેલ છે !! ઘોર તપશ્ચર્યામાં આપ શાંતભાવે લીન હોવા છતાં રસલપટ જીવો પ્રત્યે લેશ પણ ધિક્કાર કે તિરસ્કારભાવ આપના એકપણ આત્મપ્રદેશમાં વર્તતો નથી !! ભયંકર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ પ્રીતિનો ધોધ આપ વહાવી રહ્યા છે !! ઉગ્ર પરિષહોની વચ્ચે પણ આપ અડોલ અને અભય બનીને મેરુપર્વતની જેમ ટકી રહ્યા છો. શૂલપાણિ યક્ષ, સંગમદેવ, કટપૂતના વ્યંતરી, ચંડકૌશિક સર્પ, ગોશાલક વગેરેએ જાલિમ ઉપસર્ગો આપના ઉપર ર્યા છતાં આપે આપના વિરાટ વાત્સલ્યવર્તુળમાં એ સર્વેનો સમાવેશ ર્યો !! કાનમાં ખીલ્લા ઠોકનાર પેલા ગોવાળને પણ આપે ઉદારતાથી માફી આપી ! વાહ ! પ્રભુ વાહ ! આપની સહનશીલતા, ક્ષમા અને ઉદારતાનો જગતમાં જોટો જડે તેમ નથી. ઓ અરિહંત ! મારા જીવનનું એક માત્ર ધ્યેય આપ છો.
પ્રભુ ! આપના અનંત ગુણવૈભવનો એક અંશ તો અમને આપો. તો જ અમે પામરમાંથી પરમ બની શકશું. ઓ ! રાખને પણ રતન કરનારા અચિંત્ય ચિંતામણિ એવા પારસમણિ ! આપની મંગલકારી કરુણાનો અમને સ્પર્શ થાવ, આપના પરમપ્રભાવે અમારી ક્ષુદ્રતા, તુચ્છતા, પણતા, દરિદ્રતા, સંકુચિતતા, ક્ષુલ્લકતા વગેરે અવગુણના કચરા દૂર થાઓ, આપની દિવ્ય દૃષ્ટિથી અમારો વાસના, લાલસા, ભોગતૃષ્ણા, આહારસંજ્ઞા, કષાય પરવશતા, વિષયાંધતા, માયા, ઇર્ષ્યા વગેરે દોષોની પીડામાંથી કાયમી છૂટકારો મળો. આપની સૌમ્યતા, સભ્યતા, સમતા, સ્વસ્થતા, સહિષ્ણુતા, સમાધિ, સરળતા, સાધના, સંતુષ્ટિ, સહજતા, સાત્ત્વિકતા વગેરે સદ્ગુણ વૈભવને મેળવવાની સાચી ઝંખના અને તીવ્ર રુચિ આપની અમીદૃષ્ટિથી અમારામાં પ્રગટો. હે પરમેશ્વર ! આપ અમારો સ્વીકાર કરો. આપનાથી જુદાઇ હવે રાખવી નથી. આપનામાં અભેદભાવે કાયમી ધોરણે ભળી જવું એ જ એકમાત્ર અમારું ધ્યેય છે. એ માટે અમે આપનું ધ્યાન કરીએ છીએ. આપના પ્રભાવે અમને આ યોગમાં સફળતા મળો.
૩૪ શાંતિ. શાંતિ... શાંતિ.
વિશ્રામ... બન્ને હાથની હથેળીને પરસ્પર ઘસી ધ્યાનની ઊર્જાને હથેળી દ્વારા મોંઢા વગેરે ઉપર ફેરવવી, હળવેથી આંખ ખોલી શકાય.
જેન ધ્યાન માર્ગ

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86